મૂળ ગુજરાતના વતની અને અમેરિકા સ્થાયી થયેલા ભાવિની પટેલે અમેરિકન કોંગ્રેસના નીચલા હાઉસની ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવી છે. પેન્સિલવેનિયાની 12 મી ડિસ્ટ્રીક્ટ બેઠક પરથી ડેમોક્રેટિક પાર્ટીની ઉમેદવાર ભાવિની પટેલ દ્વારા કારકિર્દીની શરૂઆત એક ફ્રૂડ ટ્રકથી કરી હતી.
અમેરિકન કોંગ્રેસના નીચલા હાઉસની ચૂંટણીમાં ઝંપલાવનાર ભાવિની પટેલનો જન્મ અમેરિકામાં થયો હતો. ભાવિની પટેલે 30 વર્ષે ઓક્સફર્ડ યુનિવર્સિટીની ડિગ્રી મેળવી હતી. તેમજ ભાવિની પટેલ દ્વારા તેની કારકિર્દીની શરૂઆત ફ્રૂડ ટ્રકથી કરી હતી. ત્યારે બાદ તેઓ દ્વારા ઈન્ડિયા ઓન વ્હીલ નામના ફ્રૂડ ટ્રકથી સંઘર્ષ કર્યા બાદ ભાવિનીએ ટેકનોલોજીનું સ્ટાર્ટઅપ શરૂ કર્યું હતું. હવે ભાવિનીએ રાજકારણમાં ઝંપલાવ્યું હતું.
- Advertisement -
ડેમોક્રેટિક પાર્ટીની સમર લી સાંસદ હતી
પેન્સિલવેનિયાના 12 મી ડિસ્ટ્રિક્ટ બેઠક પરથી ડેમોક્રેટિક પાર્ટી વતીએ હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવની ચૂંટણી લડી રહી છે. અમેરિકન કોંગ્રેસના નીચલા હાઉસમાં એ બેઠક પરથી ડેમોક્રેટિક પાર્ટીની જ સમર લી સાંસદ હતી. પરંતું અમેરિકન પોલિસીને લગતા કેટલાક મુદ્દામાં તેનો ઓપિનિયન સ્થાનિક લોકોને પસંદ પડ્યો ન હોવાથી તેની લોકપ્રિયતા ઘટી ગઈ છે. જેથી ભાવિની પટેલની ઉમેદવારીનો માર્ગ સરળ બન્યો હતો. ત્યારે હાલ ભાવિની પટેલે ચૂંટણી કેમ્પેઈન શરૂ કરી દીધું છે.
ભાવિની પટેલને 33 સ્થાનિક અધિકારીઓનું સમર્થન મળ્યું
ત્યારે ભાવિની પટેલ દ્વારા ચૂંટણી માાટે 3 લાખ ડોલર જેટલી રકમ પણ ઉઘરાવી છે. તેમજ સૌથી મહત્વની વાત તો એ છે કે ભાવિની પટેલને 33 સ્થાનિક અધિકારીઓનું સમર્થન મળ્યું છે. જેમાં મેયરનો પણ સમાવેશ થાય છે.