ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ જિલ્લાના માળીયાહાટીના તાલુકાના લાડુડી ગીર ગામે ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠિયાની પ્રેરક ઉપસ્થિતિમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા યોજાય હતી. ધારાસભ્યએ આ પ્રસંગે ગ્રામજનોને કેન્દ્ર અને રાજ્ય સરકાર જનકલ્યાણકારી યોજનાઓનો લાભ લેવા અનુરોધ કર્યો હતો. સાથે જ પીએમજેએવાય કાર્ડ,સોઈલ હેલ્થ કાર્ડ સહિતની યોજનાઓના લાભાર્થીઓને સહાય કીટ વિતરણ કરી હતી. આ પ્રસંગે લોકોને પ્રાકૃતિક કૃષિ અંગે પણ જાગૃત કરાયા હતા. કાર્યક્રમ દરમિયાન ગ્રામજનોએ રથના માધ્યમથી વિકાસની ઝાંખી રજૂ કરતી ફિલ્મ નીહાળી હતી.વિકસિત ભારત સંકલ્પ યાત્રાના કાર્યક્રમમાં લાભાર્થીઓ દ્વારા મેરી કહાની, મેરી જુબાની અંતર્ગત સાફલ્ય ગાથા વર્ણવી ઉપસ્થિત અન્ય ગ્રામજનોને સરકારની વિવિધ યોજનાઓના લાભો લેવા પ્રેરિત કર્યા હતા.ગ્રામજનોએ પ્રધાનમંત્રીશ્રીનો વિકસિત ભારત સંકલ્પ સંદેશ સાંભળવાની સાથે વિકાસલક્ષી ટુંકી ફિલ્મ નિહાળી હતી.