બેટરી-રીક્ષા સહિત 70 હજારનો મુદ્દામાલ કબ્જે
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.26
- Advertisement -
જૂનાગઢમાં અલગ-અલગ જગ્યાએથી વાહનોમાંથી બેટરી ચોરીના બનાવો પોલીસ ચોપડે નોંધાતા સી-ડીવીઝન પીએસઆઇ આર.પી.વણઝારા તથા પોલીસ સ્ટાફે ગણતરીની કલાકોમાં બેટરી ચોરીના અનડીટેક ગુનાનો ભેદ ઉકેલાયો હતો. જૂનાગઢ શહેરના સુરજ ફંડવર્લ્ડ તેમજ બહાઉદ્દીન કોલેજ આસપાસ વિસ્તારમાંથી રીક્ષા તથા અન્ય વાહનોમાંથી કિંમતી બેટરી ચોરીની ફરિયાદો મળતા સી-ડીવીઝન પોલીસે બેટરી ચોરી કરનાર મહંમદ ઇકબાલભાઇ સીપાઇ રહે.
ધોરાજીવાળાને રીક્ષા સાથે ઝડપી પાડવામાં આવેલ અને તેની પાસેથી પાંચ અલગ-અલગ કંપનીની બેટરીઓ કબ્જે કરી હતી. આમ આરોપી પાસેથી 70 હજારનો મુદ્દામાલ કબ્જે કરી સી-ડીવીઝન પોલીસે કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરી છે.



