ઈરાન યુદ્ધને ભડકાવવા મથે છે: આરોપ પણ અમારા મથકો પરના હુમલા સ્વીકાર્ય નથી: બ્લીંકન
ઈઝરાયેલ પર હમાસના હુમલા અને બાદમાં ગાઝાપટ્ટી સહિતના ક્ષેત્રોમાં હમાસનો સફાયો કરવા ઈઝરાયેલ દ્વારા જે રીતે એક સાથે અનેક મોરચા પર લશ્કરે તૈયારી શરુ કરી છે તે વચ્ચે અમેરિકાએ પણ ઈઝરાયેલને પુરેપુરો સાથ આપવા તૈયારી કરી છે.
- Advertisement -
જો કે હજુ અમેરિકાને તેના સહિત જે 200 અપહૃતો હમાસના કબ્જામાં છે તેની મુક્તિના પ્રયાસો તેજ બન્યા છે તો અમેરિકાએ વધુ મિસાઈલ ડિફેન્સ સીસ્ટમ મધ્યપુર્વમાં ગોઠવીને યુદ્ધમાં ઝંપલાવવા સામે આરબ-મુસ્લીમ રાષ્ટ્રોને ચેતવણી આપી છે. આજે જ ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમ્પોનલ મેકો પણ ઈઝરાયેલ પહોંચી રહ્યા છે અને તેઓ આ યુદ્ધમાં ખુલ્લેઆમ ઈઝરાયેલને ટેકો આપશે.
અમેરિકાએ ઈઝરાયેલ-હમાસ યુદ્ધ વચ્ચે સીધી ચેતવણી આપતા કહ્યું કે ઈરાન તેની આડકતરી તાકાતો મારફત યુદ્ધને ભડકાવવાનું જે કૃત્ય કરી રહ્યું છે તે સ્વીકાર્ય નથી. અમેરિકી વિદેશ મંત્રી એન્ટોની બ્લીંકને એક ચેતવણીના સ્વરમાં કહ્યું કે જો આ સ્થિતિ વચ્ચે અમારા સૈનિકો નિશાન બનશે તે ચર્ચાને સ્વીકાર્ય નહી હોય અને બાઈડન તંત્ર તેને ભરી પીવા પુરી રીતે તૈયાર છે.
તેઓએ કહ્યું કે, અમો ઈચ્છતા નથી અને આશા પણ રાખતા નથી કે અમારા કોઈ સૈનિકને નિશાન બનાવવામાં આવે પણ જો તેમ થશે તો અમો આગામી કાર્યવાહી માટે તૈયાર છીએ. તેઓએ સ્વીકાર્યુ કે યુદ્ધ વિસ્તરી શકે છે અને તેમાં અમેરિકાના કે અન્ય દેશના સૈન્ય પર પણ હુમલો થઈ શકે છે.
- Advertisement -
જો અમારા દળ ઈઝરાયેલ-હમાસનો સંઘર્ષ-ત્રીજા સપ્તાહમાં પહોંચી ગયો છે અને ગાઝાની સાથે લેબનોનના ક્ષેત્રમાં પણ ઈઝરાયેલ દ્વારા હુમલા વધારાયા છે. તેથી વળતો જવાબ પણ મળશે તે વચ્ચે અમેરિકાની આ ચેતવણી મહત્વની છે.