રણવીર અલ્હાબાદિયાની આ વાંધાજનક ટિપ્પણીની સોશિયલ મીડિયા પર આકરી ટીકા થઈ રહી છે. સમય રૈનાએ પહેલીવાર આ અંગે પોતાની પ્રતિક્રિયા આપી છે. તે કહે છે કે મારું કામ ફક્ત લોકોને હસાવવાનું અને મજા માણવાનું છે.
છતાં, એક વિવાદ પ્રકાશમાં આવ્યો, જેમાં અનેક લોકોની લાગણીઓ ઠેસ લાગી. આ વિવાદમાં સમય રૈના સાથે રણવીર અલ્હાબાદિયા પણ સામેલ થયા છે. રણવીર, જેમણે એક પોડકાસ્ટ અને યુટ્યુબ ચેનલ બનાવી છે, “ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ” શોમાં હાજર હતા. આ શો દરમિયાન રણવીરે માતાપિતા સાથે સંકળાયેલી એક અશ્લીલ અને દુશ્મનિપૂરક પ્રશ્ન પૂછ્યો હતો, જે ઘણા લોકોને મનોવૈજ્ઞાનિક રીતે ઠેસ પહોંચાડી ગયો.
- Advertisement -
સોશિયલ મીડિયા પર પ્રતિક્રિયા
આ પ્રશ્ન પછી, સોશિયલ મીડિયા પર આ વિડીયો પોસ્ટ કર્યો અને થોડી જ સમયે આ વિડીયો વાઈરલ થયો. લોકોની લાગણીઓ પર અસર થઇ અને આ વિડીયોને લઈને ઘણી નિંદાઓ ,વિમર્શો થયા. આ વિવાદ એટલો વધી ગયું કે શો આયોજક, રણવીર અને સમય રૈના સામે ફરિયાદ દાખલ કરવામાં આવી.
સમય રૈનાનો નિવેદન
- Advertisement -
આ સમગ્ર મામલાની ગંભીરતા અને વિવાદની વકરતી સ્થિતિને ધ્યાનમાં રાખીને, સમય રૈનાએ પોતાના ચેનલ પરથી તમામ “ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ” વિડીયો હટાવવાનો નિર્ણય લીધો. તેમણે એક પોસ્ટ શેર કરી, જેમાં તેમણે સ્પષ્ટપણે જણાવ્યું કે “જે કંઈ થઈ રહ્યું છે તે મારા માટે એજ વિશાળ અને મુશ્કેલ છે. મેં મારા ચેનલ પરથી તમામ વિડીયો હટાવી દીધા છે. મારું એકમાત્ર ઉદ્દેશ્ય લોકોને હસાવવાનો અને મજા કરવાનું હતું. હું પુરી રીતે એજન્સી સાથે સહકાર આપીશ જેથી તપાસ નિષ્પક્ષ રીતે થાય.”
આ નિવેદનનો અર્થ એ છે કે સમય રૈના પોતાની ભૂલ માને છે અને તેઓ તપાસમાં સંપૂર્ણ સહકાર આપી રહ્યા છે. તે વ્યક્તિગત રીતે નથી ઇચ્છતા કે તેમની શો દ્વારા કોઈપણ પ્રકારે અન્ય લોકોની લાગણીઓ પર સંઘર્ષ થાય.
કોમેડિયન સમય રૈનાના ગુજરાતમાં હાઉસફૂલ શો કેન્સલ કરવા પડયા : વિરોધને પગલે નિર્ણય
સમય રૈનાના શોને લઈને અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળ મોટા વિવાદમાં આવી ગયું છે. આ પછી અમદાવાદના શોના આયોજક નીરવ રાજગોરે ભૂલ સ્વીકારી છે.સાથે જ જણાવ્યું કે, વિવાદના કારણે શો નહીં કરીએ. ઉલ્લેખનીય છે કે, અમદાવાદમાં આયોજિત થનારા શોની તમામ ટિકિટો વેચાઈ ગઈ હતી. સાથે જ વડોદરામાં આયોજિત શો પણ કેન્સલ કરી દેવામાં આવ્યો છે.વિવાદિત કોમેડિયન સમય રૈનાનો અનફિલ્ટર શો સુરતમાં આગામી 17 એપ્રિલના રોજ યોજવાનો છે, જયારે 19-20 એપ્રિલના રોજ અમદાવાદમાં શોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તમામ શોની લગભગ ટિકિટો વેચાઈ ગઈ છે. એક કલાક 30 મિનિટના આ શોની અત્યારથી જ 999 થી 1999 સુધીની તમામ ટિકિટો સોલ્ડ આઉટ થઈ ચુકી છે. જયારે 2500 રૂપિયા અને 3000 રૂપિયાની થોડી ઘણી ટિકિટ બાકી રહી છે. ત્યારે આ વિવાદિત કોમેડિયનના શોને લઈને હવે અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળ વિવાદોમાં ઘેરાઈ ગયું છે. આ પછી હવે આ શોના આયોજકે ભૂલ સ્વીકારીને શો કેન્સલ કરી દીધા છે. અમદાવાદમાં શેલામાં ઔડા ઓડીટોરિયમમાં સમય રૈનાનો શો યોજાઈ રહ્યો હતો, તો બીજી તરફ સુરત મહાનગરપાલિકામાં સમય રૈનાના આ શોને લઈને ઓડિટોરિયમનું બુકિંગ ઓનલાઈન થયું છે. ઓનલાઇન બુકિંગમાં કોમેડી શો એટલું જ લખવામાં આવ્યું છે.