ગિર સોમનાથમાં કલેક્ટરના માર્ગદર્શનમાં ખાણ-ખનીજની ક્ષેત્રીય ટીમ દ્વારા કડક કાર્યવાહી
ખાસ-ખબર ન્યૂઝ ગિર-સોમનાથ, તા.6
જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાના સીધા માર્ગદર્શન હેઠળ ગઈકાલે ખનીજના ગેરકાયદેસર ખનન અને વહન સબબ ખાણ અને ખનીજ કચેરી, ગીર સોમનાથની ક્ષેત્રીય ટીમ દ્વારા કુલ છ ચકરડી મશીન, બે જનરેટર મશીન અને એક ટ્રેકટરને પકડી અંદાજિત રૂ. 25 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. આ મુદ્દામાલ ગીર ગઢડા તાલુકાના રાતડ ગામ ખાતેથી બિલ્ડીંગ લાઇમ સ્ટોન ખનીજના ગેરકાયદેસર વહન સબબ એક ટ્રેકટર તેમજ ખાનગી માલિકીની બે અલગ-અલગ જગ્યાએથી છ ચકરડી મશીન અને બે જનરેટર મશીન પકડી પાડવામાં આવ્યાં હતાં.