પ્રમુખ તરીકે ચંદ્રસિંહ પરમાર (સી.પી.) મહિલા પ્રમુખ ધર્મિષ્ઠાબા જાડેજાની વરણી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
સંસ્થાના મુખ્ય ફાઉન્ડર સ્વ. બળવંતસિંહ રાઠોડે શરૂ કરેલી જુનિયર એડવોકેટ એસોસિએશનની ગત રોજ મળેલી મિટીંગમાં સંસ્થાના ફાઉન્ડર મેમ્બર ગિરિરાજસિંહ રાઠોડ, ચેરમેન શિવરાજસિંહ ઝાલા કો. ફાઉન્ડર જીતેન્દ્ર પારેખ, કુલદીપસિંહ જાડેજા, ધર્મિષ્ઠાબા સહિતના લોકો હાજર રહ્યા હતા અને આ મીટીંગમાં સર્વાનુમત્તે વર્ષ 2024-25ના હોદ્દેદારોની નિમણુંક કરવામાં આવી હતી.
- Advertisement -
જેમાં પ્રમુખ તરીકે ચંદ્રસિંહ પરમાર (સી.પી.) વાઈસ ચેરમેન તરીકે બલભદ્રસિંહ ચુડાસમા, ઉપપ્રમુખ સી. બી. તલાટિયા, સેક્રેટરી ભરત સોમાણી, જોઈન્ટ સેક્રેટરી વિશાલ સોલંકી તથા મયુર પરમાર, સંગઠન મંત્રી મહેન્દ્ર ભાલુ, સહસંગઠનમંત્રી રાજવીરસિંહ ઝાલા, ટ્રેઝરર રાજેશ ચાવડા, મંત્રી જી. કે. ચાવડા, સોશિયલ મીડિયા ઈન્ચાર્જ રવિરાજ પરમાર, સહમંત્રી અનિલ પણસારા, કેમ્પસ ક્ધવીનર ચિરાગ કુકરેચા તથા અજયસિંહ ચુડાસમા તથા કારોબારીમાં કિશન રાજાણી, શક્તિસિંહ ગોહિલ, રવિરાજસિંહ જાડેજા, જયરાજસિંહ જાડેજા, ગૌરવ મહેતા, મગન વી. મેવાશીયા, જયદીપ બાલસરા, શ્રીકાન્ત મકવાણા, જીતેશ રાઠોડ, કશ્યપ ઠાકર, હિતેન્દ્ર સોલંકી, દિલીપસિંહ જાડેજા, કૃણાલ દવે, ધવલસિંહ પરમાર, વિજયેન્દ્ર પી. પટેલ, હિમાંશુ વાળા, અર્જુનસિંહ ભટ્ટી, અશોક ચાંદપા, વિવેક ધનેશા, સુરેન્દ્રસિંહ જાડેજા, વિરેન્દ્રસિંહ ઝાલા, સહદેવસિંહ જાડેજા, ઘનશ્યામ વાંક, રવિ લાલની નિમણુંક કરવામાં આવી છે.
મહિલામાં સર્વાનુમત્તે મહિલા પ્રમુખ તરીકે સંસ્થાના કો-ફાઉન્ડર ધર્મિષ્ઠાબાની મહિલા પ્રમુખ તરીકે નિમણુંક કરવામાં આવી છે તથા ઉપપ્રમુખ રશ્મિબેન જોશી તથા જ્યોત્સનાબેન જાડેજા, મહામંત્રી ભૂમિકા પી. પટેલ, મંત્રી મેઘાવી ગજ્જર, કારોબારી કેમ્પસ ક્ધવીનર ક્રિષ્ના ચૌહાણ તથા કારોબારીમાં અવની બોરીસાગર, રીંકલ પરમાર, હેતલ ભટ્ટ, મોનલ પટેલ, સજ્જનબા પરમાર, ધર્મિષ્ઠાબા ઝાલાની નિમણુંક કરવામાં આવી છે.
જુનિયર એસોસિએશનના કાયમી સલાહકાર તરીકે આર. ડી. ઝાલા, રૂપરાજસિંહ પરમાર, સિદ્ધરાજસિંહ કે. જાડેજા, અશ્ર્વિનભાઈ ગોસાઈ, અબિદભાઈ શોસણ, નિખિલ ભટ્ટ, નિર્મળભાઈ બોરીચા, રાજેન્દ્રસિંહ ગોહીલ, રંજનબા રાણા, જગદીશ ચોટલીયા, એસ. બી. ગોહિલ, એમ. બી. ગોહિલ, રાજભા ઝાલા, પી. ટી. જાડેજા, આર. એસ. રાજ્યગુરુએ આ નિમણુંકને ટેકો આપ્યો છે.



