ખાસ-ખબર સંવાદદાતા
વંથલી તાલુકાના કોયલી ગામના જાગૃત નાગરિક સંજયભાઇ મેરૂભાઇ કોડવાલાએ જૂનાગઢના મુખ્ય કાર્યપાલક ઇજનરેને લેખીતમાં એક ફરિયાદ કરી છે. જેમાં વંથલી તાલુકાના કોયલી ગામ પાસેના ખડેશ્ર્વર મહાદેવ મંદિર પાસે સંરક્ષણ દિવાલની કામગરી નબળી ગુણવત્તા સાથે બની રહી છે. તે બાબતે યોગ્ય કાર્યવાહી કરવા માંગ કરી છે.
કોયલીના જાગૃત નાગરિક સંજયભાઇએ અરજીમાં લખ્યુ છે કે, જે પૂર સંરક્ષણ દિવાલની કામગીરી હાલ ચાલુ હોય પરંતુ સરકારના નિયમ તથા એસ્ટીમેન્ટ તેમજ ગાઇડલાઇન મુજબ હાલની દિવાલ બનાવવાની કામગીરી થતી ન હોય અને નબળી ગુણવત્તા વાળી તેમજ ઓછી માત્રામાં સીમેન્ટ તથા ચીજ વસ્તુનો ઉપયોગ કરી હાલના કોન્ટ્રાકટરો ભ્રષ્ટાચાર આચરતા હોય તો આ ફરિયાદના આધારે દિવાલની તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરવા નમ્ર અરજ છે.