જૂનાગઢ લોકશાહીના મહાપર્વમાં પોતાના મતાધિકારનો નાગરિકો સર્વાધિક ઉપયોગ કરે અને તેઓમાં જાગૃતિ આવે એ માટે સ્વીપ અન્વયે જૂનાગઢ જિલ્લામાં વિદ્યાર્થીઓ દ્વારા મતદાન જાગૃતિ રેલી યોજવામાં આવી હતી. જેમાં જૂનાગઢ શહેર, ગ્રામ્ય અને વંથલી તાલુકાની 147 સરકારી શાળાના વિદ્યાર્થીઓ તેમજ અન્ય વ્યક્તિઓ દ્વારા મતદાન જાગૃતિ રેલી યોજી આગામી તા.7મે ના રોજ મતદાન કરવા માટે લોકોને પ્રેરિત કરવામાં આવ્યા હતા.
આ રેલીમાં વિવિધ સરકારી શાળાઓના વિદ્યાર્થીઓ, શિક્ષકો અને અન્ય લોકો સહભાગી થયા હતા.અત્રે ઉલ્લેખની છે કે, જૂનાગઢ જિલ્લામાં વધુમાં વધુ મતદારો મતદાન કરી લોકશાહીને મજબૂત બનાવવામાં પોતાનું યોગદાન આપે એ માટે જિલ્લા ચૂંટણીતંત્ર કટિબદ્ધ છે.



