એલન મસ્કે ટ્વીટ કર્યું હતું કે “વિલંબ બદલ માફ કરશો, અમે આવતા સપ્તાહે શુક્રવારે નવો વેરિફિકેશન પ્રોગ્રામ કામચલાઉ રીતે શરૂ કરી રહ્યા છીએ, જે બાદ સોમવારે મોડી સાંજે તેનું લોકાર્પણ કરવામાં આવ્યું
ટ્વિટરે તેનો અપડેટેડ એકાઉન્ટ વેરિફિકેશન પ્રોગ્રામ લોન્ચ કર્યો છે. પહેલા દરેક વેરિફાઈડ એકાઉન્ટ પર બ્લુ ટિક લાગતું હતું, પરંતુ હવે એક એવો બદલાવ આવ્યો છે જેમાં કેટલાક ખાતા ગોલ્ડ ટીકના બની ગયા છે. અગાઉ 26 નવેમ્બરના રોજ ટ્વિટરના નવા બોસ એલન મસ્કે માઇક્રોબ્લોગિંગ સાઇટ પર ટ્વીટ કર્યું હતું કે “વિલંબ બદલ માફ કરશો, અમે આવતા સપ્તાહે શુક્રવારે નવો વેરિફિકેશન પ્રોગ્રામ કામચલાઉ રીતે શરૂ કરી રહ્યા છીએ, પરંતુ તે તારીખ પણ ચૂકી ગઈ. જે બાદ સોમવારે મોડી સાંજે તેનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
- Advertisement -
સ્પેસએક્સના માલિકે કહ્યું કે. કંપનીઓ માટે ગોલ્ડ ટીક, સરકાર માટે ગ્રે ટીક, વ્યક્તિગત માટે બ્લુ ટીક આપવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે, જ્યારે ઓટોમેટિક સિસ્ટમ શરૂ નહીં થાય, ત્યાં સુધી તમામ વેરિફાઈડ એકાઉન્ટ્સ મેન્યુઅલી ઓથેન્ટિકેટ થશે. તેણે અગાઉ વિવિધ સંસ્થાઓ અને વ્યક્તિઓ માટે વિવિધ રંગોના ઉપયોગ વિશે ટ્વિટ કર્યું હતું પરંતુ તાજેતરમાં જ વિગતો આપી હતી.
જૂની સિસ્ટમથી નકલી ખાતા ખોલવામાં આવ્યા
એક રિપોર્ટ અનુસાર ટ્વિટરના પોતાના ટ્રસ્ટ અને સેફ્ટી સ્ટાફની ચેતવણી છતાં માઇક્રોબ્લોગિંગ પ્લેટફોર્મનું ‘ટ્વિટર બ્લુ’ સબસ્ક્રિપ્શન શરૂ થઈ ગયું છે. અગાઉ કંપનીએ તેના ટ્વિટર એકાઉન્ટને $7.99 એટલે કે દર મહિને 1600 રૂપિયામાં વેરિફાઈ કરવાની સ્કીમ શરૂ કરી હતી. જેનો ઘણા લોકોએ દુરુપયોગ કર્યો હતો. ઘણા લોકોએ પ્રખ્યાત લોકોના નામ પર ફેક એકાઉન્ટ બનાવીને વેરિફિકેશન કરાવ્યું હતું. ઘણી કંપનીઓના ફેક એકાઉન્ટ પણ વેરિફાઈ કરવામાં આવ્યા હતા અને તેમના દ્વારા કરવામાં આવેલી ટ્વિટના કારણે શેરબજારમાં ભૂકંપ આવી ગયો હતો. જેના કારણે ઘણી કંપનીઓએ ટ્વિટર પર જાહેરાતો આપવાનું બંધ કરી દીધું છે.
- Advertisement -
એલન મસ્કે લીધો નિર્ણય
આ પછી મસ્કે મામલો પોતાના હાથમાં લીધો અને ટ્વીટ કર્યું કે, કોઈપણ એકાઉન્ટ જે કોઈ અન્ય વ્યક્તિની નકલ કરવાનો પ્રયાસ કરશે તેને ત્યાં સુધી સસ્પેન્ડ કરવામાં આવશે જ્યાં સુધી યુઝર તેને પેરોડી એકાઉન્ટ જાહેર ન કરે. વર્તમાન મલ્ટી કલર વેરિફિકેશન પ્રક્રિયા પર કહ્યું કે, તે એકદમ ‘દુઃખદાયક, પરંતુ જરૂરી’ છે. તેમણે દાવો કર્યો હતો કે, સિસ્ટમ કેવી રીતે કામ કરશે તેની “લાંબી સમજૂતી” “આવતા અઠવાડિયે” બહાર આવશે.