અનંત અને રાધિકાનો પ્રિ-વેડિંગ સેરેમની દરમિયાનનો કપલ ડાન્સનો વીડિયો ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યો છે. બંનેએ ‘તેરે-મેરે પ્યાર કે ચર્ચે’ ગીત પર ડાન્સ કર્યો હતો.
અનંત અને રાધિકાનો પ્રિ-વેડિંગ સેરેમની દરમિયાનનો કપલ ડાન્સનો વીડિયો ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યો છે. બંનેએ ‘તેરે-મેરે પ્યાર કે ચર્ચે’ ગીત પર ડાન્સ કર્યો હતો. અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની પ્રિ-વેડિંગ સેરેમનીના ઘણા ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. આ પાર્ટીમાં માત્ર ફિલ્મી સ્ટાર્સ જ નહીં પણ વિદેશી મહેમાનો પણ લાઈમલાઇટમાં રહ્યા હતા. આ દરમિયાન વરરાજા અને દુલ્હનના ડાન્સનો વીડિયો પણ આવી ગયો છે. હાલ અનંત અને રાધિકાના લગ્ન પહેલાના ડાન્સનો વીડિયો ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યો છે.
- Advertisement -
View this post on Instagram
- Advertisement -
સોશિયલ મીડિયા પર સામે આવેલા વીડિયોમાં અનંત-રાધિકા સ્ટેજ પર ડાન્સ કરી રહ્યાં છે. બંનેએ ‘તેરે-મેરે પ્યાર કે ચર્ચે’ ગીત પર કપલ ડાન્સ કર્યો હતો તેમજ બંને એકબીજામાં ખોવાયેલા જોવા મળે છે. યુઝર્સ પણ કપલના આ ડાન્સ વીડિયો પર પ્રેમ વરસાવી રહ્યા છે અને ઘણી કોમેન્ટ કરી રહ્યા છે. એક યુઝરે તેના પર કમેન્ટ કરી કે તમારા બંનેની જોડી અદ્ભુત છે. બીજાએ લખ્યું, વાહ, મજા આવી. ત્રીજાએ કહ્યું, ઓ એમજી, આવો દમદાર ડાન્સ. યુઝર્સ આવી કોમેન્ટ કરીને અનંત અને રાધિકાના વખાણ કરી રહ્યા છે.
રિપોર્ટ અનુસાર અનંત અબાણી અને રાધિકા મર્ચન્ટ જુલાઈમાં લગ્ન કરશે. લગ્ન પહેલા, કપલની પ્રિ-વેડિંગ સેરેમની યોજાઈ હતી, જે ત્રણ દિવસ એટલે કે 1 માર્ચથી 3 માર્ચ સુધી ચાલશે. આજે, 3 માર્ચ, આ પ્રિ-વેડિંગ સેરેમનીનો ત્રીજો દિવસ છે. દેશ-વિદેશમાં દરેકની નજર આ ભવ્ય લગ્ન પર છે. અનંત અને રાધિકાના લગ્નના ઓફિશિયલ ફોટોની દરેક લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.
જણાવી દઈએ કે અનંત-રાધિકાની પ્રિ-વેડિંગ સેરેમનીના પહેલા દિવસે પોપ સ્ટાર રિહાનાએ ઘણી હેડલાઈન્સ બનાવી હતી. હવે બીજા દિવસે બી-ટાઉનના સ્ટાર્સ લાઈમલાઈટમાં રહ્યા હતા. જો કે ફક્ત બોલિવૂડ સ્ટાર્સ જ નહીં પરંતુ અંબાણી પરિવાર પણ લાઈમલાઈટમાં રહ્યો અને હવે લોકો ત્રીજા દિવસની ખાસ તસવીરોની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.