બે ક્રેડીટકાર્ડમાંથી 2.33 લાખ ઉપડી ગયા હતા, 46 હજાર પરત આવ્યાં
ખાસ-ખબર સંવાદદાતા
માંગરોળમાં તિરૂપતીનગરમાં રહેતા અમે લેબર કોન્ટ્રકટર તરીકે કામ કરતા જગરદીશ મુળજીભાઇ અખીયાનું એકસીસ બેંકમાં ખાતું આવેલું છે. તેની પાસે બેંકના બે ક્રેડિટ કાર્ડ છે. ગત તા.13-5-2021ના અજાણ્યાં શખ્સે જગદીશભાઇને ફોન કરી તમારા એકસીસ બેંકના ક્રેડિટકાર્ડ પર 4500ના રીવર્સ પોઇન્ટ મળેલા છેે. તેમ કહેતા જગદીશભાઇએ હું બેંકે જઇને રૂબરૂ મળી આવીશ. તેમ કહેતા અજાણ્યા શખ્સે બેંકે રૂબરૂ જવાની જરૂર નથી. તેમ કહ્યું હતું.
ગૂગલ ક્રોમ ખોલી કાર્યવાહી કરશો તો તમારા પોઇન્ટ મળી જશે. તેમ કહેતા જગદીશભાઇએ બંને કાર્ડના નંબર પર અને ફોનમાં ઇમેલમાં આવેલા ઓટીપી આપી દીધા હતા.
- Advertisement -
બાદમાં તેના બંને ક્રેડિટકાર્ડમાથી કુલ 2.33 લાખ ઓનલાઇન ઉપાડી લીધા હતા. જગદીશભાઇએ આ અંગે જાણ થતાં તેણે અરજી આપી હતી.
બાદમાં તેના ખાતામાં 46147 જમા થઇ ગયા હતા. પરંતુ 1,87,441ની છેતરપિંડી થઇ ગઇ હતી. આ અંગે જગદીશભાઇએ આપેલી અરજીના આધારે જૂનાગઢ સાયબર પોલીસે અજાણ્યા શખ્સ સામે ઓનલાઇન છેતરપિંડી અંગેનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.