એકા એક રાજકોટ પોલીસ કમિશનરના જાહેરનામાંથી ગણેશ મૂર્તિ બનાવતા કારીગરો અને ગણેશ મહોત્સવનું આયોજન કરતા આયોજકોમાં દુવિધા
11 ફૂટની મૂર્તિ બનાવનાર મૂર્તિકારો અને આયોજકોમાં દ્વિધા
- Advertisement -
ગણપતિ મહોત્સવને આડે હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે એકા એક રાજકોટ પોલીસ કમિશનરના જાહેરનામાંથી ગણેશ મૂર્તિ બનાવતા કારીગરો અને ગણેશ મહોત્સવનું આયોજન કરતા આયોજકોમાં દુવિધા જોવા મળી રહી છે. પોલીસ કમિશનરે પોતાના જાહેરનામામાં ગણેશચતુર્થીના માત્ર 21 દિવસ પહેલા જ 9 ફૂટથી વધુ ઊંચી મૂર્તિ નહીં બનાવવા ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
ખાસ-ખબર સંવાદદાતા
કોરોનાના બે વર્ષ બાદ ગણપતિ મહોત્સવ ઉજવણી કરવા માટે રાજ્ય સરકાર દ્વારા છૂટછાટ આપવામાં આવી છે. ત્યારે આગામી 31 ઓગસ્ટથી ગણેશચતુર્થી હોવાના કારણે શહેરમાં બે મહિના અગાઉ જ દુંદાળા દેવના સ્વાગતની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી હતી. શહેરમાં જુદા જુદા સ્થળોએ મૂર્તિકારોએ ઇકોફ્રેન્ડલી પ્રતિમાઓ બનાવવાનું શરૂ કરી દીધું છે. તો આયોજકોએ પણ તેમના આયોજનોની તૈયારીઓને આખરી ઓપ આપી રહ્યા છે. ગણેશચતુર્થીના માત્ર 21 દિવસ પહેલા પોલીસ કમિશનર દ્વારા 9 ફૂટ સુધીની જ ગણેશ મૂર્તિ બનાવવા અંગેનું જાહેરનામું પ્રસિદ્ધ કરાયું છે. મૂર્તિ બનાવતા કારીગરે જણાવ્યું હતું કે, ગણેશજીની નાની એક ફૂટથી લઇ 9-10 ફૂટ સુધી મૂર્તિ બનાવવામાં આવી રહી છે મોટી મૂર્તિ બનાવવામાં બે મહિના જેટલો સમય લાગતો હોય છે અને ગ્રાહકની જરૂરિયાત મુજબ તેમજ ઓર્ડર મુજબ મૂર્તિ બનાવી રહ્યા છીએ. અગાઉ મૂર્તિ બનાવવા કોઈ માપદંડ ન હતું પરંતુ હવે અચાનક મોટી મૂર્તિ ની મનાઇ આવતા દુવિધા જોવા મળી રહી છે આ મૂર્તિની કિંમત પણ 40 થી 60 હજાર સુધીની હોય છે અને મહેનત પણ ખુબ થતી હોય છે.