એરપોર્ટ અને હાઈવેને જોડતા આ જંકશન પર 113 મીટર લાંબો આર.સી.સી. ગેઈટ બનશે જે શહેરની સુંદરતામાં વધારો કરશે: આવતીકાલે સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં આ દરખાસ્તને રજૂ કરાશે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટ શહેરના પશ્ચિમ વિસ્તારના વિકાસ અને સુશોભન માટે મહાનગરપાલિકા દ્વારા એક મહત્વનો પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે. બીજા 150 ફૂટ રિંગ રોડ અને જામનગર રોડને જોડતા જંકશન પાસે અંદાજે રૂ. 3.71 કરોડ (ૠજઝ સહિત) ના ખર્ચે એક ભવ્ય અને આકર્ષક એન્ટ્રી ગેઇટ બનાવવાની તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. આ પ્રોજેક્ટ માટે ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ કરી દેવામાં આવી છે અને લોએસ્ટ બિડર તરીકે ‘ઈનોવેટીવ એન્ટરપ્રાઇઝ’ ની પસંદગી કરવામાં આવી છે.
મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તૈયાર કરવામાં આવેલા એસ્ટીમેટ મુજબ, આ એન્ટ્રી ગેઇટ અંદાજીત 113 રનીંગ મીટર લંબાઈ ધરાવતો અને મજબૂત આર.સી.સી. (છઈઈ) સ્ટ્રક્ચરનો બનેલો હશે. આ કામ માટે ગત 4 નવેમ્બર 2025ના રોજ જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી હતી.
ટેન્ડર મૂલ્યાંકન કમિટી દ્વારા ટેકનિકલ તપાસ બાદ પેલીકન ઇન્ફ્રાનું ટેન્ડર અમાન્ય કરવામાં આવ્યું હતું. ત્યારબાદ 29 નવેમ્બર 2025ના રોજ પ્રાઇસ બિડ ખોલવામાં આવતા, ઇનોવેટીવ એન્ટરપ્રાઇઝે 4.99 ટકા વધુ ભાવ સાથે સૌથી નીચો ભાવ ભર્યો હતો, જે કમિટી દ્વારા વ્યાજબી ગણીને મંજૂર કરવામાં આવ્યો છે. હવે આ કામગીરી માટે ધી જી.પી.એમ.સી. એક્ટની કલમ-73 (સી) મુજબ કોન્ટ્રાક્ટર સાથે સત્તાવાર કરાર કરવા માટેની દરખાસ્ત સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ મંજૂરી અર્થે રજૂ કરવામાં આવી છે. મંજૂરી મળ્યા બાદ ટૂંક સમયમાં જ સાઇટ પર બાંધકામની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે, જેનાથી જામનગર રોડ તરફથી રાજકોટમાં પ્રવેશતા પ્રવાસીઓને શહેરની એક અદ્યતન અને ભવ્ય ઓળખ જોવા મળશે.



