ખાસ-ખબર સંવાદદાતા
મહિલાઓમાં સાઇબર ક્રાઇમ વિષે વધુ જાગૃતિ આવે તેવા હેતુ થી જૂનાગઢ ભરાડ વિદ્યામંદિર ખાતે સાઇબર ક્રાઇમ અટકાવવા માટે જૂનાગઢના જિલ્લા એ.સો.જી. દ્વારા સાઇબર ક્રાઇમ જાગૃતિના ભાગરૂપે એક કાર્યક્રમ યોજાયો હતો. તેમાં જૂનાગઢના ધારાસભ્ય સંજયભાઈ કરોડીયાના ધર્મ પત્ની જ્યોતિબેન કોરડીયા તેમજ નગરસેવક અને મહિલા વિકાસ ચેરમેન પલવીબેન ઠાકોર વિશેષ ઉપસ્થિતિ રહી હતી તેમજ એસોજીના પી.આઈ હાંસલિયા અને જાની આપેલ કેવી રીતે થાય છે અને નથી કેવી રીતે બચી શકાય તે માટેનું માર્ગદર્શન વિદ્યાર્થીઓને આપવામાં આવ્યું હતું.