ખાસ-ખબર સંવાદદાતા
ગિર સોમનાથ જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી, ગીર સોમનાથ દ્વારા મહિલા લક્ષી કાયદાઓ યોજનાઓ તથા મહિલા સુરક્ષા અંગે જાગૃતિ શિબિરનું આયોજન પેસેન્ટર શાળામાં ભીડીયા ખાતે કરવામાં આવ્યુ હતું. જેમા કામકાજના સ્થળે મહિલાઓની જાતીય સતામણી કાયદા સંબંધે તેમજ જો કોઇ મહિલા જાતીય સતામણીનો ભોગ બને તો તેમણે શું પગલા લેવા તે અંગે વિગતે માર્ગદર્શન આપવામાં આવ્યુ હતુ. આ ઉપરાંત મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા કાર્યરત વિવિધ મહિલાલક્ષી યોજનાઓની માહિતી ડિસ્ટ્રીકટ હબ ફોર એમ્પાવરમેન્ટ ઓફ વિમેન – ઉઇંઊઠ કોર્ડીનેટર આંનંદ ભાઇ પરમાર દ્વારા માહિતી પુરી પાડવામાં આવી હતી તેમજ તાલુકા કાનૂની સેવા સમિતી મુકેશભાઇ વાળા દ્વારા કોર્ટ તેમજ ફ્રી એડવોકેટ અને તેની પ્રક્રિયા માહિતી આપી હતી.