By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    નેપાળના પૂરમાં 9 બેકો તણાઈ ગઈ! 26 કર્મચારી ગૂમ
    2 days ago
    નેપાળમાં પૂરથી વિનાશ : 200થી વધુના મોત
    2 days ago
    બાળકોને FB-ઇન્સટાના રવાડે ચડાવવા મામલે મેટા ઘૂંટણિયે!
    2 days ago
    દુનિયાભરની અમેરિકી વિઝા એપોઇન્ટમેન્ટ સ્થગિત કરાઈ
    3 days ago
    પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદની હોસ્પિટલમાં આગ લાગતાં 15 નવજાત જીવતાં ભુંજાયા
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    બ્લિકિટ-સ્વિગી, ડીમાર્ટથી 5 કિલોથી વધુ ખાંડ નહીં મળે
    1 day ago
    સરકારી અનાજ યોજનામાં મોટું કૌભાંડ આવકવેરો ભરનારા 56 લાખ, GST રજીસ્ટર્ડ 7 લાખ વેપારી ‘લાભાર્થી’
    1 day ago
    નેપાળમાં ભયાનક પૂર બાદ બિહાર-UPમાં હાઈએલર્ટ, નદીઓમાં જળસ્તર વધ્યું
    2 days ago
    ડુંગળીના ભાવમાં 11 ટકા ઉછાળો, ચોખા-કઠોળ અને ખાદ્ય તેલ મોંઘાં થયા
    2 days ago
    દિલ્હી : કેન્સર સારવારના રૂ.1 લાખના ઈંજેકશનમાં માત્ર પાણી જ નીકળ્યું!
    3 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    1 week ago
    રાજકોટની ધ્વનિએ ગોલ્ડ મેડલ મેળવી દેશની નંબર 1 ખેલાડી બની
    2 weeks ago
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    3 weeks ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    4 weeks ago
    નીરજ ચોપડાને ગોલ્ડ નહીં સિલ્વર મેડલ મળ્યો છતાં રચ્યો ઇતિહાસ !
    4 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    2 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    2 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    2 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    2 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    3 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    3 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    9 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    1 month ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    1 month ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    1 month ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    1 month ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    1 month ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ભારતથી ઉડાન ભરેલા એર ઈન્ડિયા વિમાન 2 લડાકુ વિમાનોથી ઘેરાયું
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > રાષ્ટ્રીય > ભારતથી ઉડાન ભરેલા એર ઈન્ડિયા વિમાન 2 લડાકુ વિમાનોથી ઘેરાયું
રાષ્ટ્રીય

ભારતથી ઉડાન ભરેલા એર ઈન્ડિયા વિમાન 2 લડાકુ વિમાનોથી ઘેરાયું

Khaskhabar Editor
Last updated: 2024/10/16 at 12:07 PM
Khaskhabar Editor 2 years ago
Share
4 Min Read
SHARE

મદુરાઈથી સિંગાપોર જઈ રહેલી એર ઇન્ડિયા એક્સપ્રેસ ફ્લાઈટ નંબર IX684 પર બોમ્બ હોવાની ધમકી મળ્યા બાદ સિંગાપોરના બે ફાઈટર પ્લેને તેને એસ્કોર્ટ કરીને ગીચ વસ્તીથી દૂર ચાંગી એરપોર્ટ પર લેન્ડ કરાવી હતી.

મંગળવારે મદુરાઈથી સિંગાપોર જઈ રહેલા એર ઇન્ડિયા એક્સપ્રેસના વિમાનને અચાનક જ બે ફાઈટર પ્લેને ઘેરી લીધું હતું. જેના કારણે મુસાફરોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. મંગળવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર એક પોસ્ટ દ્વારા એર ઇન્ડિયાના સાત વિમાનોમાં બોમ્બની ધમકીનો મેસેજ મળ્યો હતો. આ લિસ્ટમાં મદુરાઈથી સિંગાપોર જતી એર ઇન્ડિયાની ફ્લાઈટ પણ સામેલ હતી. બોમ્બ હોવાની ધમકી મળ્યા બાદ તરત જ સિંગાપોર એરફોર્સે એક્શન લીધું અને એર ઇન્ડિયાના વિમાનની પાછળ બે ફાઈટર પ્લેન લગાવી દીધા. સુરક્ષા એજન્સીઓએ પણ તાત્કાલિક વિવિધ એરપોર્ટ ખાસ આતંકવાદ વિરોધી કવાયત હાથ ધરી હતી.

- Advertisement -

જયારે સાત વિમાનમાં બોમ્બ હોવાની ધમી મળી, ત્યારે એર ઇન્ડિયા એક્સપ્રેસ ફ્લાઈટ (ફ્લાઈટ નંબર IX684) મદુરાઈથી સિંગાપોર જઈ રહી હતી. ધમકી મળ્યા બાદ સિંગાપોર એરફોર્સે આ પ્લેનની સુરક્ષા માટે તેના બે F-15SG ફાઈટર પ્લેન મોકલ્યા હતા. સિંગાપોરના ફાઈટર પ્લેન એર ઇન્ડિયાની ફ્લાઈટને એસ્કોર્ટ કરીને ગીચ વસ્તીવાળા વિસ્તારમાંથી દૂર લઈ ગઈ. આ પછી એર ઇન્ડિયા એક્સપ્રેસના વિમાનનું ચાંગી એરપોર્ટ પર સુરક્ષિત લેન્ડિંગ કરવામાં આવ્યું. લેન્ડિંગ બાદ વિમાનનું ચેકિંગ કરવામાં આવ્યું, પરંતુ બોમ્બ હોવાની ધમકી અફવા હોવાનું સામે આવ્યું હતું.

 

આ ઘટના વિશે માહિતી આપતા સિંગાપોરના રક્ષા મંત્રી એનજી એંગ હેને ટ્વિટર પર પોસ્ટ કર્યું, ‘એર ઇન્ડિયા એક્સપ્રેસને ઈમેલ મળ્યો કે સિંગાપોર જતી ફ્લાઈટ AXB684માં બોમ્બ છે. આ પછી, અમારા બે ફાઈટર જેટ્સ RSAF F-15SG વિમાનને વસ્તીવાળા વિસ્તારોથી દૂર લઈ ગયા અને તેને સિંગાપોર ચાંગી એરપોર્ટ પર સુરક્ષિત રીતે લેન્ડ કરાવ્યું. આજે રાત્રે લગભગ 10:04 વાગ્યે પ્લેન સુરક્ષિત રીતે લેન્ડ થયું હતું. આ સમયગાળા દરમિયાન, ગ્રાઉન્ડ બેઝ્ડ એર ડિફેન્સ (GBAD) સિસ્ટમ અને એક્સપ્લોઝિવ ઓર્ડનન્સ ડિસ્પોઝલ (EOD) ટીમો પણ સક્રિય કરવામાં આવી હતી. પ્લેન લેન્ડ થયા બાદ તેને એરપોર્ટ પોલીસને સોંપવામાં આવ્યું હતું અને તપાસ કરવામાં આવી હતી.

- Advertisement -

સિંગાપોરના ચાંગી એરપોર્ટ પર વિમાનનું સિક્યોરિટી ચેકિંગ કર્યા પછી પોલીસે કહ્યું કે ભારતથી સિંગાપોર આવેલા એર ઇન્ડિયા એક્સપ્રેસના વિમાનમાં કોઈ ખતરનાક વસ્તુ મળી નથી. પોલીસે જણાવ્યું કે તેમને રાત્રે 8.25 વાગ્યે બોમ્બની ધમકી વિશે માહિતી મળી અને પ્લેન લેન્ડ થયા બાદ સંપૂર્ણ તપાસ કરી હતી. પોલીસે કહ્યું કે જે લોકો જાણીજોઈને લોકોમાં ભય ફેલાવે છે તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે.

એરલાઈનને મદુરાઈથી સિંગાપોર જતી ફ્લાઈટ AXB684માં બોમ્બ હોવાની કથિત ધમકી અંગેનો ઈ-મેલ મળ્યો હતો. આ પછી, રિપબ્લિક ઓફ સિંગાપોર એરફોર્સ (RSAF) ના બે F-15 ફાઇટર જેટને એરક્રાફ્ટની સુરક્ષા માટે મોકલવામાં આવ્યા હતા. પ્લેન 8.50 વાગ્યાના નિર્ધારિત સમય કરતાં એક કલાક કરતાં વધુ સમય પછી રાત્રે 10.04 વાગ્યે ચાંગી એરપોર્ટ પર લેન્ડ થયું હતું. વિમાને લેન્ડિંગ કરવાના પહેલા લગભગ એક કલાક સુધી પૂર્વી સિંગાપોર પર હવામાં ચક્કર લગાવ્યા હતા.

2 દિવસમાં 10 વિમાનોમાં બોમ્બની મળી ધમકી

એક દિવસ પહેલા, સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા મુંબઈથી ઉપડતી ત્રણ આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સ પર બોમ્બ હોવાની ધમકીઓ આપવામાં આવી હતી, જેના કારણે સેંકડો મુસાફરો અને ક્રૂ મેમ્બર્સને મુશ્કેલી પડી હતી. જોકે, બાદમાં આ ધમકી અફવા નીકળી હતી. આ પછી મંગળવારે 7 વિમાનોમાં બોમ્બ હોવાની ધમકીઓ મળી હતી. મળતી માહિતી અનુસાર, ‘X’ એકાઉન્ટથી એવિએશન કંપનીઓ અને પોલીસ એકાઉન્ટને ટેગ કરીને સાત વિમાનોમાં બોમ્બ મૂક્યા હોવાની ધમકીઓ પોસ્ટ કરવામાં આવી હતી.

સોમવારે, મુંબઈથી ઉપડતી ત્રણ ઇન્ટરનેશનલ ફ્લાઈટ્સના સંબંધમાં ચાર અલગ-અલગ ‘X’ એકાઉન્ટ પર સમાન ધમકીભરી પોસ્ટ કરવામાં આવી હતી. અધિકારીઓના જણાવ્યા અનુસાર, બ્યુરો ઓફ સિવિલ એવિએશન સિક્યોરિટી (BCAS) એ ભારતીય સાયબર સુરક્ષા એજન્સીઓ અને પોલીસ પાસેથી આ ધમકીઓ પાછળના વ્યક્તિ અથવા જૂથને શોધી કાઢવા માટે મદદ માંગી છે. BCAS એ આ ઘટના અંગે સાયબર સુરક્ષા એજન્સીઓને પત્ર લખ્યો હતો, જેના પછી X એ એકાઉન્ટને સસ્પેન્ડ કરી દીધું છે.

You Might Also Like

બ્લિકિટ-સ્વિગી, ડીમાર્ટથી 5 કિલોથી વધુ ખાંડ નહીં મળે

સરકારી અનાજ યોજનામાં મોટું કૌભાંડ આવકવેરો ભરનારા 56 લાખ, GST રજીસ્ટર્ડ 7 લાખ વેપારી ‘લાભાર્થી’

નેપાળમાં ભયાનક પૂર બાદ બિહાર-UPમાં હાઈએલર્ટ, નદીઓમાં જળસ્તર વધ્યું

ડુંગળીના ભાવમાં 11 ટકા ઉછાળો, ચોખા-કઠોળ અને ખાદ્ય તેલ મોંઘાં થયા

દિલ્હી : કેન્સર સારવારના રૂ.1 લાખના ઈંજેકશનમાં માત્ર પાણી જ નીકળ્યું!

TAGGED: Air India flight
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article કોંગ્રેસ હાઈકમાન્ડનો નિર્ણય: કોંગ્રેસ જમ્મુ-કાશ્મીરની ઓમર અબ્દુલ્લા સરકારમાં સામેલ નહીં થાય
Next Article ભારત-કેનેડા વિવાદમાં હવે બ્રિટનની એન્ટ્રી, પ્રધાનમંત્રી સ્ટાર્મરે જસ્ટીન ટ્રુડો સાથે મુલાકાત કરી

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
CRIME

રાજકોટમાં લોકમેળા દરમિયાન ટ્રાફિક સમસ્યા નિવારવા 7 માર્ગો ઉપર તમામ વાહનોનો નો એન્ટ્રી, નો પાર્કિંગ

Khaskhabar Editor Khaskhabar Editor 13 hours ago
બ્લિકિટ-સ્વિગી, ડીમાર્ટથી 5 કિલોથી વધુ ખાંડ નહીં મળે
સરકારી અનાજ યોજનામાં મોટું કૌભાંડ આવકવેરો ભરનારા 56 લાખ, GST રજીસ્ટર્ડ 7 લાખ વેપારી ‘લાભાર્થી’
નેપાળમાં ભયાનક પૂર બાદ બિહાર-UPમાં હાઈએલર્ટ, નદીઓમાં જળસ્તર વધ્યું
નેપાળના પૂરમાં 9 બેકો તણાઈ ગઈ! 26 કર્મચારી ગૂમ
નેપાળમાં પૂરથી વિનાશ : 200થી વધુના મોત
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાષ્ટ્રીય

બ્લિકિટ-સ્વિગી, ડીમાર્ટથી 5 કિલોથી વધુ ખાંડ નહીં મળે

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
રાષ્ટ્રીય

સરકારી અનાજ યોજનામાં મોટું કૌભાંડ આવકવેરો ભરનારા 56 લાખ, GST રજીસ્ટર્ડ 7 લાખ વેપારી ‘લાભાર્થી’

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
રાષ્ટ્રીય

નેપાળમાં ભયાનક પૂર બાદ બિહાર-UPમાં હાઈએલર્ટ, નદીઓમાં જળસ્તર વધ્યું

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?