ગુરૂનાં પદને લાંછન લગાડતો કિસ્સો સામે આવ્યો
શિક્ષકની પાપલીલાથી ચોમેર ફટકાર
- Advertisement -
માળિયા હાટીના પોલીસમાં શિક્ષક સહિત 3 સામે ફરિયાદ
પોલીસે આરોપીને ઝડપી લેવા ટીમો બનાવી
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ જિલ્લાનાં માળીયા હાટીના તાલુકાનાં અમરાપુર ગામે શિક્ષણ જગતને લાંછન લગાડતો કિસ્સો સામે આવ્યો છે. અમરાપુર ગામની પે.સેન્ટર શાળાનાં શિક્ષકે શાળામાં અભ્યાસ કરતી 12 જેટલી નાની દિકરીઓ સાથે શારિરીક અડપલાં કરતા વાલીઓમાં રોષ ભભૂકી ઉઠયો હતો અને વાલીઓ પે.સેન્ટર શાળાએ દોડી આવ્યા હતા અને શાળામાંથી લંપટ શિક્ષક ભાગી છુટયો હતો. ત્યાર બાદ રોષે ભરાયેલ વાલીઓ માળીયા હાટીના પોલીસ સ્ટેશને પહોંચી શિક્ષક સામે ફરિયાદ નોંધાવી હતી.
પોલીસમાંથી મળતી વિગત મુજબ અમરાપુર ગામના પે.સેન્ટર શાળાનાં શિક્ષક ગિરીશ લાડાણી રહે.અજાબ અને પ્રિન્સીપાલ ભાણજીભાઇ અને પટ્ટાવાળા રત્નાભાઇ સામે 354-એ, 114/506 એસ્ટ્રોસીટી એકટ હેઠળ પોસ્કો કલમ લગાડી ફરિયાદ નોંધી હતી અને આરોપીને ઝડપી લેવા પોલીસે વિવિધ ટીમો બનાવી તજવીજ હાથ ધરી છે.
અમરાપુર ગામે પે.સેન્ટર શાળાનાં શિક્ષક દ્વારા છેલ્લા ઘણા સમયથી 1ર જેટલી વિદ્યાર્થીનીઓ સાથે શારિરીક અડપલા કર્યા હોવાની ચોકાવનારી વિગત સામે આવતા શિક્ષક સામે ફીટકાર વરસી રહી છે. પોલીસ તપાસમાં એવી વિગતો બહાર આવી છે કે, શિક્ષક ગિરીશ લાડાણી રોજ વિદ્યાર્થીઓને કોઇના કોઇ બહાને છેડતી કરી અડપલા કરતો હતો અને આ વાતની જાણ પે.સેન્ટર શાળાના આચાર્ય ભાણજીભાઇને હોવા છતાં સમગ્ર ઘટના છુપાવી રહ્યા હતા. જયારે સ્કુલના પટ્ટાવાળા રત્નાભાઇને કયાકને કયાંક વાતની ખબર હોય તો તેની સામે પણ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. છેડતી કરનાર શિક્ષક ગિરીશ લાડાણી વિદ્યાર્થીનીઓને લીવીંગ સર્ટી અને અભ્યાસ ક્રમ બાબતે પણ ધમકી આપતો હોવાનું સામે આવ્યુ છે.
સમગ્ર ઘટના મામલે માંગરોળ ડીવાયએસપી ડી.વી.કોડીયાતર માળીયા હાટીના દોડી આવ્યા હતા. અને જીણવટભરી તપાસ શરૂ કરી હતી અને આરોપીને ઝડપી લેવા ચક્રોગતિમાન કર્યા છે.
- Advertisement -
ગુરૂ બન્યો હેવાન
જૂનાગઢ જિલ્લાના માળીયા હાટીના તાલુકાનાં અમરાપુર પે.સેન્ટર શાળાના શિક્ષક દ્વારા વિદ્યાર્થીનીઓ સાથે હેવાનીયત ભર્યુ કૃત્ય કરતા શિક્ષણ જગતમાં ખળભળાટ મચી જવા પામ્યો છે અને નાની-નાની દિકરીઓ શાળાએ ગુરૂ પાસે જ્ઞાન લેવા જાય છે અને ઉચ્ચ ભારતનું ઘડતર થાય તેવુ શિક્ષણ મળે તેવો આશય વાલીઓ પણ રાખતા હોય છે. એવા સમયે શિક્ષકને ગુરૂ માનતા વિદ્યાર્થીનીઓ સાથે હિંન કૃત્ય કરતા શિક્ષણ જગતમાંથી ફિટકાર વર્ષી રહી છે.
શિક્ષકની માનસિક વિકૃતિ
અમરાપુર પે.સેન્ટર શાળાના શિક્ષક ગિરીશ લાડાણીની આતે કેવી માનસીક વિકૃતી કે શાળાએ અભ્યાસ કરવા આવતી વિદ્યાર્થીનીઓને સ્કુલના અભ્યાસ અર્થે અલગ-અલગ બોલાવી શારિરીક અડપલા કરી વિકૃતીનો આનંદ માણીને જધન્ય કૃત્ય બહાર આવતા વાલીઓમાં રોષ ફાટી નિકળ્યો છે. જયારે વાલીઓએ કડકમાં કડક સજા કરી બદલી કરવાની માંગ કરી છે.