ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.11
જુનાગઢ ગિરિવર ગિરનારની ટોચ ઉપર બિરાજમાન શક્તિપીઠ અંબાજી મંદિર ખાતે નવરાત્રીના આજે આઠમા નોરતે યજ્ઞ યોજાયો હતો જેમાં માં માતાજી સન્મુખ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું વેહલી સવારથી મંદિરના સભા મંડપમાં યજ્ઞ શરૂ કરાયો હતો જેમાં પુજારી દ્વારા યજ્ઞમાં આહુતિ આપવામાં આવી હતી અને બપોરે 12 કલાકે બીડું હોમવામાં આવ્યું હતું અને ત્યાર બાદ માઇ ભક્તો દ્વારા મહા પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું અને આજે હવનઅષ્ટમીના શુભદિને માઇ ભક્તો દ્વારા માં અંબાના દર્શન કરી ધન્યતા પ્રાપ્ત કરી હતી.
એ જ રીતે ગિરનાર પર્વત પર ગૌમુખી ગંગા ધાર્મિક જગ્યા ખાતે નવરાત્રીના હવનઅષ્ટમીના શુભદિને યોજાયેલ યજ્ઞમાં શ્રી પંચ અગ્નિ અખાડાના સચિવશ્રી સંપૂણાઁનંદજી અને સેવકો દ્વારા યજ્ઞ કરવામાં આવ્યો હતો અને હવનમાં બીડું હોમીને યજ્ઞને સંપન્ન કરવામાં આવ્યો હતો ગૌમુખી ગંગા ખાતે વર્ષોથી યોગીભાઈ પઢીયાર તેમજ અનેક સેવકો દ્વારા નવરાત્રી પર્વે અનુસ્થાન કરવામાં આવે છે.