પરીક્ષામાં ચોરી કરનારની ખેર નથી, કોમન એક્ટ મુજબ પોલીસ કેસ કરાશે
રાજ્ય સરકાર દ્વારા કોમન યુનિવર્સિટી એક્ટ માટે નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. હવે આ એક્ટ મુજબ પરીક્ષામાં ગેરરીતિ કરનાર વિદ્યાર્થીઓ માટે કડક સજાની જોગવાઈ કરવામાં આવી છે. એટલું જ નહીં, આ નિયમ પ્રમાણે હવે જો કોઈ પરીક્ષામાં ગેરરીતિ કરશે, તો દંડની જોગવાઈમાં પણ પાંચ ઘણો વધારો કરવામાં આવ્યો છે. આ સાથે કોઈપણ વિદ્યાર્થી ઉત્તરવહીમાં અભદ્ર ભાષા કે ધમકી આપશે, તો યુનિવર્સિટી દ્વારા પોલીસ કેસ પણ કરવામાં આવશે.
- Advertisement -
યુનિવર્સિટીની પરીક્ષામાં ગેરરીતિના કેસોમાં સતત વધારો થઈ રહ્યો હતો. અનેક વિદ્યાર્થીઓ પરીક્ષામાં કાપલી, મોબાઈલ અથવા તો બુક સાથે પકડાઈ પણ ચૂક્યા છે. તો અનેકવાર પરીક્ષામાં અન્ય વિદ્યાર્થીઓની આન્સરશીટ પણ મળી આવી છે. વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી (VNSGU) દ્વારા લેવાયેલી પરીક્ષામાં કેટલાક વિદ્યાર્થીઓ દ્વારા ઉત્તરવહીમાં ચલણી નોટ પણ મૂકવામાં આવી હતી અને લાંચ આપવાનો પ્રયાસ પણ કરાયો હતો. રાજ્યની તમામ યુનિવર્સિટીમાં આવી જ રીતે પરીક્ષામાં ગેરરીતિના બનાવો બનતા હોય છે, ત્યારે રાજ્ય સરકાર દ્વારા હાલ કોમન યુનિવર્સિટી એક્ટ લાગુ કરવામાં આવી રહ્યો છે. જેમાં વિદ્યાર્થીઓ પરીક્ષામાં ગેરરીતિ ન કરે આ માટે કડક નિયમો બહાર પાડવામાં આવ્યા છે. આ જોગવાઈના કારણે હવે વિદ્યાર્થીઓ ગેરરીતિ કરતા પહેલા 10 વાર વિચારશે.
કોમન એક્ટને લઈ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના ઇન્ચાર્જ કાર્યકારી કુલપતિ ડો. કિશોરસિંહ એન ચાવડાએ જણાવ્યું હતું કે, સતત ગેરરીતિના કેસો વધી રહ્યા છે, જેને ધ્યાનમાં રાખીએ આ સરકારનો નિર્ણય ખૂબ જ આવકારદાયક છે. અગાઉ રૂ.500થી લઈ રૂ.1,000 સુધીનો દંડ કરવામાં આવતો હતો. આ દંડમાં પણ વધારો કરાયો છે. દંડની રકમ વધારવાથી ગેરરીતિ પર અંકુશ આવશે. કોઈપણ વિદ્યાર્થી ઉત્તરવહીમાં અશબ્દો લખશે અથવા તો સુપરવાઇઝર સાથે ગેરવર્તન કરશે, તો પોલીસ કેસની પણ જોગવાઈ આ એક્ટમાં છે.
સજાની જોગવાઈ
કાપલી, બુક અને મોબાઈલ સાથે પકડાય તો
જે તે વિષયની પરીક્ષા રદ થશે
2500 રૂપિયા દંડ
વિદ્યાર્થી આગામી વર્ષમાં પરીક્ષા આપી શકશે.
- Advertisement -
કાપલી બુક મોબાઇલમાંથી કોપી
જે તે વિષયની પરીક્ષા રદ થશે
4000 રૂપિયા દંડ
વિદ્યાર્થી આગામી પરીક્ષા આપી શકશે નહી.
અન્ય વિદ્યાર્થીની આન્સરશીટ મળી આવે તો
જે તે વિષયની પરીક્ષા રદ્દ થશે
બંને વિદ્યાર્થીઓને 5000 રૂપિયા દંડ
વિદ્યાર્થી આગામી પરીક્ષા આપી શકશે
અન્ય વિદ્યાર્થીની આન્સરશીટમાંથી કોપી
જે તે વિષયની પરીક્ષા રદ થશે
ચોરી કરનાર વિદ્યાર્થીને 5000 રુપિયા દંડ
આગામી પરીક્ષા આપી શકશે નહી, અન્ય વિદ્યાર્થી આપી શકશે
સામૂહિક ચોરી કરતા પકડાય
જે તે વિષયની પરીક્ષા રદ્દ થશે
તમામ વિદ્યાર્થીને 10000 રૂપિયા દંડ
વિદ્યાર્થી આગામી પરીક્ષા આપી શકશે નહી
ઉત્તરવહી હોલની બહાર લઈ જવી
જે તે વિષયની પરીક્ષા રદ થશે
10000 રૂપિયા દંડ
વિદ્યાર્થી આગામી બે વખત સુધી પરીક્ષા આપી શકશે.
મોબાઈલ ફોન સાથે પકડાય
જે તે વિષયની પરીક્ષા રદ થશે
3000 રૂપિયા દંડ
વિદ્યાર્થી આગામી પરીક્ષા આપી શકશે.
મોબાઈલ ફોનમાંથી ચોરી
જે તે વિષયની પરીક્ષા રદ થશે
10000 રૂપિયા દંડ
વિદ્યાર્થી તાત્કાલિક પરીક્ષા નહી આપી શકે.
વારંવાર ગેરરીતિ
10000 રુપિયા દંડ
ખઙઊઈ પરીક્ષાનું પરિણામ પણ રદ કરી શકે છે.
આન્સરશીટમાં ચલણી નોટ મૂકવી કે લાંચ આપવાનો પ્રયાસ
જે તે વિષયની પરીક્ષા રદ થશે
4000 રૂપિયા દંડ
વિદ્યાર્થી આગામી પરીક્ષા આપી શકશે.