જ્ઞાનવાપી મસ્જિદના ભોંયરામાં 3 રૂમનો સર્વ પૂર્ણ, હવે પશ્ચિમની દિવાલનો સર્વ શરૂ
સુરક્ષાની કડક વ્યવસ્થા, 500 મીટરના વિસ્તારમાં દુકાનો કરાવી બંધ
- Advertisement -
શ્રૃંગાર ગૌરી કેસની વચ્ચે જ્ઞાનવાપી મસ્જિદમાં સર્વની કાર્યવાહી ચાલુ છે. 14 મેના મસ્જિદના ભોંયરાના 4 રૂમ અને પશ્ચિમી દિવાલની સર્વની કાર્યવાહી ચાલુ છે. સર્વ કર્યા બાદ બહાર નિક્ળતા વૈશ્વિક વૈદિક સનાતન સંઘના પ્રમુખ જિતેન્દ્ર સિંહ બિસેનએ કહ્યું કે, ભોંયરાની અંદર આપણી કલ્પનાથી ઘણું વધારે છે.
સર્વ દરમ્યાન શું મળ્યું આ પ્રશ્નના જવાબ પર જિતેન્દ્ર સિંહ બસિનએ કહ્યું કે, મારી નહી, પરંતુ આપણી બધાની કલ્પનાથી પણ ઘણું વધારે છે. કાલના સર્વ માટે પણ ઘણું બધુ છે. કેટલાક તાળા ખુલ્યા, કેટલાક તોડવા પડયા. સર્વની રિપોર્ટ પણ બધાની સામે આવશે. કોર્ટના નેજા હેઠળ સર્વ થઇ રહ્યો છે. બંન્ને પક્ષોએ પોત-પોતાની વાતો રાખી છે. વિશ્વ વૈદિક સનાતન સંઘના પ્રમુખ જિતેન્દ્ર સિંહ બિસેનએ કહ્યું કે, અમે બધી વાતો મીડિયા સામે કહીં શકિએ નહીં.
સર્વ પછી મસ્જિદ પરિસરની બહાર નિકળતા વકીલોએ કહ્યું કે, લગભગ 4 કલાક સુધી કાર્યવાહી ચાલી. વાદી-પ્રતિવાદી અને પોલીસ પ્રશાસન બધા પક્ષોએ સહયોગ આપ્યો. શાંતિ પૂર્ણ રીતે સર્વ ચાલી રહ્યો છે.
- Advertisement -
યુપીની ઘર્મનગરી વારાણસીના શ્રૃંગ્રાર ગૌરી વિવિદમાં આજે જ્ઞાનવાપી મસ્જિદનો સર્વ ચાલુ થયો છે. સર્વને લઇને એડવોકેટ કમિશ્નર, તેમના સહાયક, વાદી અને પ્રતિવાદીની સાથે બંન્ને પક્ષના વકીલ પણ જ્ઞાનવાપી મસ્જિદ પરિસરમાં સર્વને માટે પ્રવેશ કરી ગયા છિએ. સર્વ માટે મસ્જિદ પરિસરમાં દાખલ થયેલા બધા લોકોના મોબાઇલ જપ્ત કરી લીધા છે.
જ્ઞાનવાપી મસ્જિદમાં પહોંચતા જ એડવોકેટ કમિશ્નરએ ભોંયરાનું સર્વક્ષણ ચાવુ કરી દીધુ છે. બતાવવામાં આવી રહ્યું છે કે, તેમાં કુલ 4 રૂમ છે. તેમાં ત્રણ રૂમમાં મુસ્લિમ પક્ષ અને એખ હિંદુ પક્ષની પાસે છે. ભોંયરામાં ત્રણ રૂમનો સર્વ પૂરો કરવામાં આવ્યો છે અને હવે પશ્ચિમી દીવાલનો સર્વ કરવામાં આવી રહ્યો છે. ભોંયરામાં એક રૂમનો સર્વ કરવાનો બાકી છે.
સુરક્ષાની કડક વ્યવસ્થા
મુસ્લિમ પક્ષના વકીલ પણ જ્ઞાનવાપી મસ્જિદ પહોંચ્યા છે. મસ્જિદના સર્વ દરમ્યાન કોઇ પણ રીતે કોઇ અડચણ આવે નહીં, તેને લઇને પ્રશાસ સંપૂર્ણ રીતે સતર્ક છે. બુલાનામાની તરફથી વિશ્વનાથ મંદિર જવાવાળા રસ્તા પર કોઇ પણને ચાલીને જવાની પરવાનગી નથી. પોલીસ પ્રશાસને સુરક્ષાની કડક વ્યવ્સથા કરી છે. સંપૂર્ણ વિસ્તારને સીલ કરી દીધો છે.
500 મીટરના વિસ્તારમાં દુકાનો કરાવી બંધ
જ્ઞાનવાપી મસ્જિદની આસપાસ સુરક્ષાના કારણે મોટા પાયે પોલીસ દળને રાખવામાં આવી છે. 500 મીટરના વિસ્તારમાં બધી દુકાનોને બંધ કરાવી દીધી છએ. ડીસીપી કાશી જોન આરએસ ગૌતમએ દાવો કર્યો છએ કે દર્શનાર્થીઓને કોઇ પણ રીતે અસુવિધા ના થાય, આ વાતનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે.