ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ રાજ્યના કૃષિ અને પશુપાલન તથા જૂનાગઢ જિલ્લાના પ્રભારી મંત્રી રાઘવજીભાઈ પટેલ તા.22 ડિસેમ્બરના રોજ જૂનાગઢ જિલ્લાના પ્રવાસે આવશે. મંત્રી સવારે 11.00 કલાકે મેંદરડા ખાતે આલીદ્રા રોડ પર, પાણીના ટાંકાની બાજુમાં, પીજીવીસીએલની ઓફિસ સામેના પશુ દવાખાનાનું લોકાર્પણ કરવાની સાથે પશુ શિબિરમાં સહભાગી થશે. બપોરે 3 કલાકે મેંદરડા તાલુકાના સમઢીયાળા ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રાના અનુસંધાને આયોજિત કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. ત્યારબાદ સાંજે 5 કલાકે મહાનગરપાલિકા દ્વારા આયજિત પી.એમ. સ્વનિધિ યોજનાના લાભાર્થીઓ સાથે સ્નેહમિલન કાર્યક્રમમાં સહભાગી બનશે. આ કાર્યક્રમ પૂર્ણ થયા બાદ સર્કિટ હાઉસ ખાતે મહાનગરપાલિકાની સંકલન બેઠકમાં ઉપસ્થિત રહેશે.