ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.3
કૃષિ,પશુપાલન, ગૌસંવર્ધન, મત્સ્યોધોગ, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ મંત્રી રાઘવજીભાઈ પટેલ તારીખ 3 અને 4 મે ના રોજ જૂનાગઢ જિલ્લાના પ્રવાસે પધારનાર છે.
મંત્રી રાઘવજીભાઈ પટેલ તા.3 મેના રોજ 17-45 કલાકે ખડીયા (બીલખા) ખાતે ભાજપ સાથે છેલ્લા 25 વર્ષથી સક્રીય રીતે જોડાયલ કાર્યકરોના સન્માન સમારોહમાં ઉપસ્થિત રહેશે. તા.4 ના રોજ સવારે 9-30 કલાકે ભેંસાણ ખાતે આગમન અને ધી જૂનાગઢ જિલ્લા સહકારી બેંક લી. દ્વારા આયોજિત આંતરરાષ્ટ્રીય સહકારિતા વર્ષ 2025 અન્વયે યોજાનાર સહકારથી સમૃદ્ધિ સેમીનાર પ્રસંગે માર્કેટિંગ યાર્ડ, ભેંસાણ ખાતે ઉપસ્થિત રહેશે. 11-00 કલાકે જૂનાગઢ સર્કિટ હાઉસ ખાતે જૂનાગઢ જિલ્લાના સરપંચો સાથે સંવાદ કરશે.15-00 કલાકે જૂનાગઢ સર્કિટ હાઉસ ખાતે જૂનાગઢ જિલ્લા પંચાયત સદસ્યશ્રીઓ અને સંગઠનના પદાધિકારીઓ સાથે બેઠકમાં ઉપસ્થિત રહેશે.16-00 કલાકે જૂનાગઢ સર્કિટ હાઉસ ખાતે જિલ્લા વહીવટી તંત્ર સાથે બેઠકમાં ઉપસ્થિત રહેશે.અને 17-30 કલાકે વિસાવદરના બરડીયા ખાતે આગમન અને ગ્રામજનો સાથે સૌજન્ય મુલાકાત કરશે.



