ખાસ-ખબર સંવાદદાતા
ગીર સોમનાથ પ્રભાસ ક્ષેત્રે આદિ કાળથી ચંદ્રમાં સાથે જોડાયેલ છે.પૌરાણિક કથાઓમાં પણ આવા ઘણા ઉલ્લેખ કરાય છે.ત્યારે આજના આધુનિક યુગમાં પણ જ્યારે ભારત દેશ ચંદ્ર પણ યાન મોકલી રહ્યું છે ત્યારે તેના સફળ પરીક્ષણ માટે આ પ્રભાસ ક્ષેત્રના જૂના સોમનાથ મંદિરે સોમપુરા બ્રાહ્મણો દ્વારા પૂજા કરવામાં આવી હતી.ચંદ્રયાન -3ની મંગલ સફળતા માટે સોમનાથ નજીક જુના સોમનાથ મંદિરમાં સોમપુરા બ્રાહ્મણો દ્વારા મહાદેવને મહાપુજા કરીને ભારતનું ચંદ્રયાન ત્રણ સફળતાપૂર્વક તેના નિર્ધારિત સ્થળે અને સમયે ચંદ્રની જમીન પર સુરક્ષિત ઉતરાયણ કરે તે માટેની પ્રાર્થના સાથે મહાપૂજા કરવામાં આવી હતી.ભારતનુ ચંદ્ર મિશન ચંદ્રયાન 3 હવે અંતિમ તબકકામા છે .ઇસરોના વૈજ્ઞાનિકોની સાથે સાથે હવે દેશના લોકોના હૃદયના ધબકારા પણ વધી રહ્યા છે . છેલ્લા 22 દિવસથી આ યાન પૃથ્વીની પ્રદક્ષિણા કરી રહ્યુ છે આ સમય દરમિયાન દરેક ટેકનોલોજી સફળતાપૂર્વક કામ કરી રહી છે ત્યારે આજે તે ચંદ્ર પર લેન્ડિંગ થવા જઈ રહ્યુ છે જે અંતર્ગત સમગ્ર દેશ પ્રાથઁના કરી રહ્યુ તો જુના સોમનાથ મંદિર ખાતે બ્રહ્મ સમાજ દ્વારા મહાદેવ પર જળ અભિષેક કરી પ્રાર્થના પૂજા કરી સફળતાપૂર્વક લેન્ડિંગ થાય અને ભારત વિશ્ર્વમા સિધ્ધી પ્રાપ્ત કરે તેવી મહાદેવ પાસે પ્રાથઁના કરી રહ્યા હતી.