ખાસ-ખબર સંવાદદાતા
ભારતે અમેરિકા, સાઉદી અરબ અને યુએઈ સાથે મળીને મિડલ ઈસ્ટ કોરિડોરની કરેલી જાહેરાત બાદ પાકિસ્તાન ચોંકી ઉઠ્યુ છે. મિડલ ઈસ્ટ કોરિડોરનુ એલાન થતા જ પાકિસ્તાની સેના પ્રમુખ જનરલ આસીમ મુનીર અચાનક જ પોતાના મિત્ર દેશ તુર્કીની મુલાકાતે પહોંચી ગયા છે. તેમણે તુર્કીમાં રાષ્ટ્રપતિ એર્દોગન તેમજ સેનાની ત્રણે પાંખના વડાઓ સાથે મુલાકાત કરી છે. એર્દોગને ભારતના મિડલ ઈસ્ટ કોરિડોર પર ભારે વાંધો ઉઠાવેલો છે અને કહ્યુ છે કે તુર્કીને બાકાત રાખીને આ કોરિડોર બનાવવો શક્ય નથી. તુર્કી પહોચેલા પાકિસ્તાની સેના પ્રમુખ મુનીરે તુર્કીની સેનાના આ વિસ્તારમાં શાંતિ જાળવવા માટેના યોગદાનના વખાણ કરીને તુર્કી સાથે પાકિસ્તાનની દોસ્તી મજબૂત કરવા પર ભાર મુકયો છે. તેમણે કહ્યુ કે, બંને દેશોની દોસ્તી સમયની કસોટી પર ખરી ઉતરી છે. પાક. અને તુર્કી વચ્ચે બહુ ઘેરા સબંધો છે.
મિડલ ઈસ્ટ કોરિડોરની જાહેરાત બાદ પાક આર્મી ચીફ તુર્કી દોડયા
