જૂનાગઢમાં વરસાદને લીધે થયેલ હાલાકીનો સામનો કરતા લોકોની સમસ્યાઓ જાણી
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.27
- Advertisement -
જૂનાગઢમાં ચોમાસા બાદ રસ્તાઓની ભયંકર સ્થિતિ સર્જાઇ છે જેના કારણે શહરીજનો ત્રાહિમામ થઇ ગયા છે ભાજપના ચૂંટાયેલા પદાધિકારીઓ હજુ કયાંય વિસ્તારોની મુલાકાત લેતા નથી પરંતુ કોંગ્રેસના પ્રતિનિતી મંડળે શહેરના અલગ-અલગ વિસ્તારોની મુલાકાત લઇ લોકોની સમસ્યા જાણી હતી. આવી રીતે દરેક વિસ્તાની મુલાકાત અને ફરિયાદો એકઠી કરી બાદમાં કમિશનરને મળી રૂબરૂ રજૂઆત કરવામાં આવશે. ભૂગર્ભ ગટર, ગેસની લાઇન, પાણીની લાઇન માટે શહેરી રસ્તાઓ તોડી નાખવામાં આવ્યા છે. ત્યાર બાદ ટેનડરની શરત મુજબ પેચવર્ક કરવામાં આવ્યુ નથી જેના લીધે કાદવ કિચડનું સામ્રાજ્ય ઉભુ થયુ છે. આ ઉપરાંત અનેક વિસ્તારોમાં પીવાના શુઘ્ધ પાણીની જગ્યાએ દૂષિત પાણીનું વિતરણ થઇ રહ્યુ છે.
શહેરના જોષીપરા અંડર બ્રિજમાં વારસાદ બંધ થયાને ત્રણ દિવસ થવા છતા હજુ પાણી ભરેલુ છે. મનપાનું તંત્ર તેમાંથી પાણીનો નિકાલ પણ કરાવી શકતુ નથી. આવા અનેક વિસ્તારોની કોંગ્રેસના પ્રતિનિધિ મંડળ રૂબરૂ સ્થળ પર જઇ મુલાકાત લીધી હતી.
પ્રદેશ કોંગ્રેસના ઉપાઘ્યક્ષ શહેનાઝબેન બાબી, પૂર્વ ધારાસભ્ય ભીખાભાઇ જોષી, શહેર કોંગ્રેસ પ્રમુખ, નગર સેવક સહિતના કોંગ્રેસના આગેવાનોએ શહેરના દોલતપરા, સાબલપુર, જોષીપરા, અંડબ્રીજ, આરટીઓ કચેરી નજીકના વિસ્તારોમાં તથા ભાજપના ધારાસભ્યનો વોર્ડ જીવનધારા સોસાયટી સહિતનાઅનેક વિસ્તારોની રૂબરૂ મુલાકાત લીધી હતી. કોંગ્રેસના પ્રતિનિધી મંડળને લોકોએ તેમની હાલાકીઓ વર્ણવી હતી અનેકવાર લેખિત મૌખિક રજૂઆત કરવા છતા હજુ સુધી સમસ્યાનો નિરાકરણ લોકોમાં રોષ જોવા મળે છે.