આ વાયરલ વીડિયોમાં તે ટ્રાન્સજેન્ડર ગૌરી સાથે જોવા મળી
ટ્રાન્સજેન્ડર સમુદાયને આપણા સમાજમાં ક્યારેય સન્માનજનક સ્થાન મળ્યું નથી પણ હવે સમય બદલાઈ રહ્યો છે. ઈન્ટરનેશનલ ટ્રાન્સજેન્ડર ડે પર સેલિબ્રિટી એક્ટ્રેસ સુષ્મિતા સેનનો એક વીડિયો લોકોનું ધ્યાન ખેંચી રહ્યો છે. આ વીડિયોમાં અભિનેત્રી એક ટ્રાન્સજેન્ડર ગૌરી સાથે જોવા મળી રહી છે.
- Advertisement -
જો આપણે સુષ્મિતા સેનની વાત કરીએ તો ઘણા સમયથી બોલિવૂડથી દૂર હતી પણ OTT પ્લેટફોર્મ આવ્યા પછી તેની કારકિર્દીને નવી ઉડાન મળી હોય એવું લાગી રહ્યું છે. સુષ્મિતા સેને આર્ય સિરીઝથી કમબેક કર્યું હતું કર્યું હતું અને એ પછીથી એક્ટિંગની દુનિયામાં તેની બીજી ઇનિંગ શરૂ થઈ છે એવું લાગી રહ્યું છે. આર્યની સફળતા પછી હવે સુષ્મિતા એક નવી સિરીઝ લઈને આવી રહી છે. તેના સોશ્યલ મીડિયા પર તેને એક નવો લુક શેર કર્યો હતો જે હાલ ઘણો વાયરલ પણ થયો હતો.
View this post on Instagram- Advertisement -
એ બાદ સુષ્મિતાનો બ્લેક એન્ડ વ્હાઇટ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જેમાં એક ટ્રાન્સજેન્ડર તાળી વગાડતા પ્રશ્ન ઉઠાવે છે કે જેના પર વિડિયોમાં સુષ્મિતાની એન્ટ્રી થાય છે અને તે આ સવાલોના જવાબ ખૂબ જ અનોખા અંદાજમાં આપે છે. જુઓ વિડીયો ..