ગઇકાલના મેચમાં સૌની નજર મહેન્દ્ર સિંહ ધોની પર ટકેલી હતી. ધોની પણ છેલ્લી બે ઓવરમાં બેટિંગ કરવા આવ્યો અને તેના એક જ શોટે મેદાનમાં બેઠેલા લોકોના દિલ જીતી લીધા હતા.
IPL 2023ની પહેલી મેચ ચેન્નઈ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઈટન્સ વચ્ચે રમવામાં આવી હતી. મહેન્દ્ર સિંહ ધોનીની કેપ્ટનશીપ હેઠળ ચેન્નઈ સુપર કિંગ્સની ગુજરાત ટાઈટન્સ સામે 5 વિકેટથી હાર થઈ હતી. CSKએ પહેલા બેટીંગ કરી હતી અને 20 ઓવરમાં 7 વિકેટે 178 રન કર્યા હતા. ગુજરાત ટાઈટન્સે 19.2 ઓવરમાં આ ટાર્ગેટ પૂર્ણ કરી લીધો હતો.
- Advertisement -
This six by Dhoni brought smile on the face of 1 billion people ❤pic.twitter.com/PsdNiDRcLP
— N. (@Relax_Boisss) March 31, 2023
- Advertisement -
ધોનીના એક શોટે જીત્યા દર્શકોના દિલ
જો કે આ મેચમાં સૌની નજર મહેન્દ્ર સિંહ ધોની પર ટકેલી હતી. ધોની પણ છેલ્લી બે ઓવરમાં બેટિંગ કરવા આવ્યો અને તેના એક જ શોટે મેદાનમાં બેઠેલા લોકોના દિલ જીતી લીધા હતા. CSKની ઇનિંગ્સની છેલ્લી ઓવરમાં ધોનીએ યુવા ખેલાડી જોશુઆ લિટલની બોલ પર 85 મીટરની લાંબી સિક્સ ફટકારી હતી. મહત્વનું છે કે 19મી ઓવરના ત્રીજા બોલ પર ધોનીનું બેટ જોરદાર સ્વિંગ થયું અને બોલ લેગ સાઇડથી ઘણો નીચે પડ્યો. માહીના આ એક શોટથી ગ્રાઉન્ડમાં બેઠેલા હજારો લોકો ઘણા ખુશ થયા હતા અને એવું દર્શાવી રહ્યા હતા કે તેઓ ધોનીને આ રીતે રમતા જોવા માટે જ ત્યાં આવ્યા છે.
Not bad for a 41 year old who hasn’t picked up a bat since last May. #dhoni #ipl2023 pic.twitter.com/QMdvWhwOJp
— simon hughes (@theanalyst) March 31, 2023
ધોનીએ અંતમાં અણનમ 14 રનની ઇનિંગ રમી
આ મેચમાં પ્રથમ બેટિંગ કરતા CSKએ 7 વિકેટ ગુમાવીને 178 રન બનાવ્યા હતા. CSK તરફથી રૂતુરાજ ગાયકવાડે 92 રનની શાનદાર ઇનિંગ રમી હતી. તે જ સમયે મોઇન અલીના બેટએ 23 રન આવ્યા હતા. આ સિવાય એમએસ ધોનીએ અંતમાં અણનમ 14 રનની ઇનિંગ રમી હતી. ગુજરાતની વાત કરીએ મોહમ્મદ શમી, અલઝારી જોસેફ અને રાશિદ ખાને બે-બે વિકેટ લીધી હતી. જ્યારે જોશુઆ લિટલને એક વિકેટ મળી હતી.
CSKએ ગુજરાત સામે સતત ત્રીજી વાર હારનો સામનો કરવો પડ્યો હતો. CSKની હાર પછી કેપ્ટન ધોનીએ નિરાશા વ્યક્ત કરતા હારનું કારણ જણાવ્યું છે.