રાજ્યમાં મહિલાઓ સાથે બનેલી બે ઘટના બાદ જૂનાગઢ પોલીસ સજાગ
વાલીઓએ પણ પોતાના બાળકો માટે સજાગતા રાખવી જરૂરી
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.10
જૂનાગઢ માતાજીના પવન પર્વે શહેર અને જિલ્લાના તમામ તાલુકા મથકે તેમજ ગ્રામ્ય કક્ષાએ પ્રાચીન ગરબી સાથે અર્વાચીન રાસોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.રાજ્યમાં નવરાત્રી મહોત્સવ પર્વે વડોદરા અને સુરતમાં યુવતીઓ સાથે બે ગેંગ રેપની ઘટના સામે આવતા રાજ્યની તમામ પોલીસ હરકતમાં આવી છે ત્યારે જૂનાગઢ રેન્જ આઇજી નિલેશ જાંજડીયા સૂચના અનુસાર પોલીસ અધિક્ષક હર્ષદ મેહતાના માર્ગદર્શન હેઠળ ડીવાયએસપી હિતેશ ધાંધલિયા, માંગરોળ ડી.વી.કોડિયાતર તેમજ કેશોદ ડીવાયએસપી ઠક્કર સહીત જિલ્લા પોલીસ સ્ટેશનના અધિકરી તેમજ ક્રાઇમ બ્રાન્ચ અને એસઓજી પોલીસ સહીત મહિલા સી – ટિમ દ્વારા નવરાત્રી મહોત્સવ નિમિતે છેલ્લા 7 નોરતામાં સતત પેટ્રોલિંગ સાથે ચુસ્ત બંદોબસ્ત જાળવી રાખ્યો છે.જેમાં પ્રાચીન ગરબી સાથે અર્વાચીન ગરબા આયોજન સાથે શહેરના મુખ્ય માર્ગો પેટોલિંગ વધારીને અસામાજિક પ્રવૃત્તિ કરનાર શખ્સો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે.
જૂનાગઢ જિલ્લામાં નવરાત્રી પર્વેના 7 દિવસ દરમિયાન જિલ્લા પોલીસ દ્વારા નવરાત્રી મેગા ડ્રાઈવ દરમિયાન અત્યાર સુધીમાં કુલ 2523 લોકો સામે ધોરણસર કાર્યવાહી કરવામાં આવી છે.જેમાં નશો કરતા ઈસમો તેમજ ડ્રિન્ક એન્ડ ડ્રાઈવ સાથે બે ફિકરાયથી વાહનો ચલાવતા તેમજ હથિયાર સાથે ગુનાહિત પ્રવુતિ કરતા શખ્સો અને વાહન ચેકીંગ સમયે કાળા કાચની ફિલ્મ સાથેના નંબર પ્લેટ વગરના વાહનો સાથે ટ્રાફિક અડચણ રૂપ વાહનો ડિટેન સહીત ટ્રાફિક નિયમન વિરુદ્ધ કરનાર લોકો સામે લાલ આંખ કરીને તેની વિરુદ્ધ ગુના દાખલ કરીને ધોરણસર કાર્યવાહી કરીને કાયદો વ્યવસ્થાની સ્થિતિ જળવાય રહે અને લોકો પોતાના પરિવાર સાથે નવરાત્રી પર્વ શાંતિ પૂર્ણ માહોલમાં ઉજવણી કરી શકે તે રીતનું જિલ્લા પોલીસ દ્વારા ખાસ નવરાત્રી મેગાડ્રાઈવ યોજવામાં આવી રહી છે અને અનેક અસામાજિક પ્રવૃત્તિ કરનાર ઈસમો પોલીસ ઝપટે ચડ્યા છે.હજુ નવરાત્રી દરમિયાન સતત ડ્રાઈવ રાખવાની કામગીરી કરવામાં આવી રહી છે.
જૂનાગઢ જિલ્લાની મહિલા પોલીસની સી.ટિમ દ્વારા નવરાત્રી ટ્રેડિશનલ ડ્રેસમાં સતત અર્વાચીન ગરબા મહોત્સવમાં પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે જેમાં કોઈ ઈસમ નશાની હાલતમાં અથવા મહિલાઓની છેડતી કરતા નજરે પડે તો તેની સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે.ખાસ ઝાંઝરડા ચોકડી સાથે જુના બાયપાસ રોડ પર અનેક પાર્ટી પ્લોટ પર ગરબાનું આયોજન થયા છે ત્યારે પોલીસે ભીડભાડ વાળા રોડ પર ખાસ ચેકીંગ કરવાંમાં આવી રહ્યું છે. જેમાં નવરાત્રિના 7માં નોરતે વધુ 110 ઇસમો સામે ધોરણસરની કાર્યવાહી કરવામાં આવી છે અને અસામાજીક તત્વો અને ગુનેગારોને કાયદાનું ઉલંઘન કરનાર વિરૂઘ્ધ સામે ધોરણસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે. જયારે જિલ્લાના નાગરિકોની સલામતી અને સુરક્ષા માટે જૂનાગઢ પોલીસ કટીબઘ્ધ છે.
- Advertisement -
જિલ્લાની પ્રાચીન-અર્વાચીન ગરબી તેમજ રોડ પર સઘન ચેકીંગ
ગરબામાં જતાં યુવક-યુવતીઓ અને પરિવારને પોલીસની અપીલ
જૂનાગઢ જિલ્લામાં ચાલતા નવરાત્રિ પર્વે લોકો પોતાના પરિવાર સાથે ગરબે રમવા જતા હોય છે જ્યારે વાલીઓએ પણ પોતાના દિકરા -દીકરી માટે સજાગ રહેવુ જોઇએ તેવી પોલીસની અપિલ છે ક્યા જાય છે અને કોની સાથે ગરબા રમવા જાય છે તેવી બાબતો સહિત વાલીઓએ ખાસ તકેદારી રાખવી જોઇએ. તેમજ જેની સાથે જાય છે તેના મોબાઇલ નંબર પણ રાખવા જોઇએ અને સમયસર ઘરે આવે એ પણ વાલીઓએ જોવુ આવશ્યક છે. હાલ નવરાત્રિ મહોત્સવ ચાલી રહ્યા છે ત્યારે પોલીસ પણ પોતાની ફરજ નિષ્ઠાપુર્વક નિભાવી રહી છે અને રોજ બરોજ રાત્રિના સમયે સમગ્ર જિલ્લામાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવીને ખાસ નવરાત્રિ મેગા ડ્રાઇવ યોજીને અનેક અસામાજીક તત્વો સામે કડક હાથે કામગીરી કરવામાં આવી રહી છે.