જૂનાગઢ જિલ્લા સહકરી બેંક સાથે જોડાયેલ વધુ એક મંડળીનું કૌભાંડ
ભેસાણ શાખા પૂર્વ મેનેજર,મંડળીના પ્રમુખ અને મંત્રી કૌભાંડમાં સામેલ
- Advertisement -
સહકારી ક્ષેત્રમાં વધુ એક કૌભાંડ થતા ચકચાર
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ જિલ્લાના ભેંસાણ તાલુકાના છોડવડી ગામની સહકારી મંડળીમાં 6.21 કરોડની ઉચાપત મામલે પોલીસ ફરિયાદ થતા સહકરી ક્ષેત્રમાં ખળભળાટ મચી જવા પામ્યો છે બે માસ અગાઉ ભેસાણ તાલુકાની વાંદરાવાડ મંડળી દ્વારા રૂ.6.24 કરોડનું કૌભાંડની હજુ તપાસ શરુ છે ત્યારે વધુ એક મંડળીનું કૌભાંડ સામે આવતા ચકચાર મચી જવા પામી છે.
જૂનાગઢ જિલ્લા સહકારી બેંકની ભેસાણ શાખાના પૂર્વ મેનેજર અને છોડવડી જૂથ સેવા મંડળીના પ્રમુખ અને મંત્રી દ્વારા જિલ્લા સહકરી બેંક પાસેથી 53 ખેડૂત સભાસદોને મળવા પાત્ર ધિરાણથી વધુ ધિરાણ આપીને રૂ.5,96.13,100ની તેમજ 12 સભાસદ ખેડૂતના શાખ પત્ર થયા ન હોવા છતાં રૂપિયા 23.87 લાખનું ગેરકાયદેસર રીતે શાખ પત્ર મંજુર કરી ધિરાણ ઉપાડી લઈને મંત્રી અને પ્રમુખે હિસાબો સાથે ચેડાં કરીને ખોટા હિસાબો બેંકને રજુ કરીને કુલ રૂ.6,21,10,255 જેવી માતબર રકમની ઉચાપત કરતા જેડીસીસી બેંકના ભેસાણ શાખાના બ્રાન્ચ મેનેજર સચિન કપિલભાઈ મેહતાએ ભેસાણ પોલીસમાં ફરિયાદ નોંધાતા ઉચાપત કેસમાં પોલીસે ગુનોહ નોંધી પીએસઆઇ ડી.કે.સરવૈયાએ તપાસ હાથધરીને છોડવડી સેવા મંડળીના પ્રમુખ વિઠલ ડાયાભાઇ પાઘડાર અને મંત્રી નરેશ સમજુભાઈ ગોંડલીયાને ઝડપી પડેલ તેમજ ભેસાણ શાખાના પૂર્વ મેનેજર રમેશ ડાયાભાઈ રામાણી અગાઉ વાંદરવાડ મંડળીના કેસમાં જેલ હવાલે છે.
જૂનાગઢ જિલ્લાની જેડીસીસી બેંકની ભેસાણ શાખા સાથે જોડાયેલ વાંદરવાડ સેવા મંળળી દ્વારા રૂ.6.24 કરોડ બાદ છોડવડી સેવા મંડળીમાં રૂ.6.21 કરોડનું કૌભાંડ સામે આવતા હજુ અન્ય શાખાની બ્રાન્ચોમાં ઊંડાણ પૂર્વક તપાસ કરવામાં આવશે તો હજુ આ બંને મંડળીમાં વધુ લોકોની સંડોવણી બહાર આવી શકે તેવું જાણવા મળેછે તેમજ જૂનાગઢ જેડીસીસી બેંક દ્વારા હજુ જિલ્લાની અનેક શાખાની મંડળીની તપાસ કરવામાં આવશે તો હજુ પણ વધુ કૌભાંડ હોવાનું સામે આવી શકે છે.