વિસાવદર વિધાનસભા પેટા ચૂંટણી પહેલાં આપનો રણટંકાર
2027માં ગુજરાતની સરકાર બનાવવા માટેનું સંમેલન છે: ગોપાલ રાય
ડબલ એન્જિનની સરકાર નહીં પરંતુ ધક્કા ગાડીની સરકાર: ઇટાલીયા
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.14
વિસાવદર વિધાનસભા પેટા ચૂંટણી જાહેર હજુ થઇ નથી ત્યારે આમ આદમી પાર્ટી દ્વારા તૈયારીઓ પૂરજોશમાં શરુ કરી દેવામાં આવી છે. જેમાં વિસાવદર ખાતે એક વિશાલ સંમેલન યોજાયું હતું અને આ સંમેલનમાં આપ દ્વારા રણટંકાર કરી 2027માં ગુજરાતની સરકાર બનાવવા માટેનું સંમેલન છે તેમાં આપના કેન્દ્રીય નેતા ગોપાલ રાય દ્વારા જણાવ્યું હતું તેમજ આ સંમેલનથી ભાજપ કોંગ્રેસની ઊંઘ હરામ થઇ ગઈ છે. હવે વિસાવદર પેટા ચૂંટણીમાં કોણ બાજી મારશે તેતો આવનારો સમય બતાવશે પણ હાલતો આપ દ્વારા પુરા જોરશોરથી ચૂંટણી પ્રચાર શરુ કર્યો છે. આમ આદમી પાર્ટીએ વિસાવદરમાં મહાસંમેલન યોજીને 2027ની ચૂંટણીનો શંખનાદ કર્યો છે. આપ પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રભારી ગોપાલ રાય, સહ પ્રભારી ગુલાબસિંહ યાદવ, સહ પ્રભારી દુર્ગેશ પાઠક, પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી, આપના નેશનલ જોઈન્ટ સેક્રેટરી અને વિસાવદર પેટા ચૂંટણીના ઉમેદવાર ગોપાલ ઇટાલીયા, પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયા, ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા, જામજોધપુરના ધારાસભ્ય હેમંત ખવા સહિત મોટી સંખ્યામાં પદાધિકારીઓ અને કાર્યકર્તાઓ વિસાવદર ખાતે આમ આદમી પાર્ટીના વિશાળ કાર્યકર્તા મહાસંમેલનમાં ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમ દ્વારા આમ આદમી પાર્ટી એ પોતાના સંગઠનને વધુ મજબૂત બનાવવા માટે કાર્યકર્તાઓને હાકલ કરી હતી અને વિસાવદરની ચૂંટણી તથા ત્યારબાદ આવનારા કાર્યક્રમો અને અભિયાનોની જાહેરાત કરી હતી. આમ આદમી પાર્ટીએ વિધાનસભા ચૂંટણીનો શંખનાદ કર્યો હતો. વિસાવદરમાં આયોજિત આમ આદમી પાર્ટીના મહાસંમેલનમાં વિધાનસભા ચૂંટણીની રણનીતિનું એલાન કરાયું હતું
આ મહાસંમેલન 2027માં ગુજરાતની સરકાર બનાવવા માટેનું સંમેલન છે તેમજ ભાજપ આવનારા 70 વર્ષમાં પણ વિસાવદરથી ચૂંટણી જીતી શકશે નહીં અને સ્થાનિક સ્વરાજની ચૂંટણી થશે ત્યારે 9000 સીટો પર ઉમેદવારો ઊભા રાખવામાં આવશે વધુ કહ્યું કે, 1મે ના દિવસે જ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ ગામડે ગામડે શહેર શહેરમાં સંકલ્પ સભા કાર્યક્રમનું આયોજન કરશે અત્યાચારી ભાજપ સરકારને ઉખાડીને ફેંકી દેવાનો સમય આવી ગયો છે અને આની શરૂઆત થશે વિસાવદરથી થશે વિસાવદરનો ખેડૂત અને વિસાવદરના યુવાનો ક્યારેય પણ ભાજપ સામે ઝુકશે નહીં તેમ ગુજરાત પ્રદેશ પ્રભારી ગોપાલ રાય પોતાના વ્યક્તવ્યમાં કહ્યું હતું. જયારે ગોપાલ ઈટાલીયાએ ભાજપ પર પ્રહારો કરતા કહ્યું હતું કે, ડબલ એન્જિનની સરકાર નહીં પરંતુ ધક્કા ગાડીની સરકાર છે અને આ સરકારને હવે કાઢવાનો સમય આવી ગયો છે. વિસાવદરની આ ધરતીને એક આગેવાનની જરૂરત છે જે આ જગ્યાનું નેતૃત્વ કરી શકે અને આ જગ્યાના લોકો માટે અને ખાસ કરીને ખેડૂતો માટે બોલી શકે તેવા નેતાની જરુરુ છે. જો મને એક તક આપશો તો મારી આવડત અને અનુભવથી આ સમગ્ર વિસ્તારનું નામ ઉજળું કરી દઈશ વધુમાં કહ્યું કે, ભાજપના અત્યાચાર અને ભ્રષ્ટાચાર વિરુદ્ધ લડવા માંગતા સમગ્ર ગુજરાતના તમામ જાતિ ધર્મ અને સંગઠનના લોકો એક મહિના માટે વિસાવદરમાં આવીને મને મદદ કરે તેવી વિનંતી કરી હતી.જ્યારે હું ફોર્મ ભરવા જાઉં ત્યારે ગુજરાતના ઇતિહાસમાં ન થઈ હોય એટલી મોટી રેલી 1 લાખ લોકોની રેલી યોજીશું અને ફોર્મ ભરવા જઈશું. પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવી કહ્યું હતું કે, વિસાવદરની જનતા ભાજપને આ વખતે જડબાતોડ જવાબ આપશે અને સપ્ટેમ્બર-ઓક્ટોબર સુધીમાં પુરી તૈયારીઓ કરીને આપણે ઉમેદવારોની પસંદગી ચાલુ કરી દઈશું અને 2027ની ચૂંટણી મહાભારતથી કમ નહીં હોય આપણે વધુ મજબૂતીથી કામ કરીશું સંગઠન બનાવીશું અને ઘરે ઘરે પહોંચીશું તો હાલ જે લોકો આપણી સામે બેઠા છે તેમાંથી જ અનેક લોકો ચૂંટાઈને વિધાનસભામાં જશે જયારે મનોજ સોરઠીયા કહ્યું કે, ગોપાલભાઈને વિસાવદરની વિધાનસભા ચૂંટણીમાં વિજય બનાવી દો, ત્યારબાદ અમે સાથે મળીને વિધાનસભામાં જનતાના અને ખાસ કરીને ખેડૂતોના સવાલ ઉઠાવીશું જેના પર ગુજરાતના યુવાનોની નજર છે અને જેને લોકો આદર્શ સમજે છે એવા ’આપ’ ઉમેદવાર ગોપાલ ઇટાલીયાને અમે વિસાવદરના મતદારોના ખોળે મુકવા માટે અમે આવ્યા છીએ રાજુ કરપડા કહ્યું હતું.આમ ચૂંટણી પેહલા રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે.