6.35 લાખ વી ડ્રો કરવા જતાં ટેક્સની માંગણી કર્યાની ફરિયાદ
રાજકોટમાં વધુ એક સાયબર ફ્રોડની ફરિયાદ નોંધાઇ છે જેમાં યુવકને શેરબજારમાં રોકાણ કરવાથી સારું વળતર મળશે તેવું કહી 6.35 લાખની છેતરપિંડી આચર્યાની અને પૈસા વી ડ્રો કરવા તમારે ટેક્ષ ભરવો પડશે તો જ પૈસા મળશે તેવું કહી ઠગાઇ કર્યાની ફરિયાદ નોંધાતા પોલીસ તપાસ હાથ ધરી છે. રાજકોટના રેલનગરમાં ભગિની ટાઉનશિપમાં રહેતા તેજસભાઈ જિગ્નેશભાઈ કાંજીયાએ વોલેટ આઈડી નામની લિન્ક આપનાર અને 13 બેન્ક ખાતા ધારકો સામે સાયબર ક્રાઇમ પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે 17 જુલાઇ 2024થી પોતાને મોબાઈલમાં શેરબજારમાં રોકાણ કરવાથી સારું વળતર મળશે તેવી લાલચ ભર્યા મેસેજ આવતા પોતે લિન્ક ઓપન કરી હતી અને તે પછી પોતે જુદા જુદા બેન્ક ખાતામાં પૈસા ટ્રાન્સફર કરી શેરબજારમાં રોકાણ કર્યું હતું ત્યાર બાદ તેને નફો થયો હોય તેવું તેને વોલેટમાં દર્શાવવામાં આવ્યું હતું જે પછી પોતે પૈસા ઉપાડવા માટે પ્રોસેસ કરતાં તેના પૈસા ઉપડ્યા ન હતા અને સામે તમારે જો પૈસા ઉપાડવા હોય તો હજુ ટેક્સ ભરવો પડશે તો જ પૈસા ઉપડ્શે તેવી વાત કરતાં પોતાની સાથે ઠગાઇ થયાની ઓનલાઈન અરજી કર્યા બાદ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.