ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તા.15/10/2023થી તા.16/12/2023 દરમિયાન સ્વચ્છતા અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે જે અંતર્ગત શહેરને પ્લાસ્ટીક મુકત કરવા તથા લોકોમાં સફાઇ અંગે જાગૃતિ આવે તે માટે તા.28/10/2023ના રોજ રાજકોટ મહાનગરપાલિકાની સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા શહેરના એન્ટ્રી – એક્ઝીટ પોઈન્ટ ખાતેથી 3.8 ટન કચરાનો નિકાલ કરવામાં આવ્યો હતો. (1) કાલાવડ રોડ, (2) કાંગશિયાળીથી ગોંડલ ચોકડી અને (3) ગોંડલ ચોકડીથી પુનીતનગર સર્કલ સુધીના પોઈન્ટ ખાતેથી કુલ 1.5 ટન કચરાનો નિકાલ કરવામાં આવેલ, તેમજ પૂર્વ ઝોન વિસ્તારના એન્ટ્રી / એક્ઝીટ પોઈન્ટ કેવા કે, (1) ભાવનગર રોડ સુધીના પોઈન્ટ ખાતેથી કુલ 2.3 ટન કચરાનો નિકાલ કરવામાં આવ્યો હતો.