બેઠકમાં રૂા. 15.3 કરોડના વિકાસ કામોને બહાલી
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક આજરોજ મળી હતી. આ બેઠકમાં 29 જેટલી દરખાસ્તોને બહાલી આપવામાં આવી હતી. આ 29 જેટલી દરખાસ્તો મંજૂર કરવા માટે મનપાને ટોટલ રૂા. 15,03,46,336 ખર્ચ થશે, તો તેની સામે મનપાને કુલ આવક રૂા. 6,14,43,200ની થવા પામી છે. જે અંતર્ગત રસ્તા કામ, વોર્ડ ઓફીસ માટે, ડ્રેનેજ કામ, સોલીડ વેસ્ટ ક્ધસલ્ટન્ટ, કંપાઉન્ડ વોલ, વોટર વર્કસ, તબીબી સહાય, પેવિંગ બ્લોક, સર્કલ ડેવલપમેન્ટ, જમીન વેચાણ સહિતના વિકાસના કામોને કરોડોના ખર્ચે બહાલી અપાઈ છે. વધુમાં રાજકોટ મનપા દ્વારા વોર્ડ નં. 7માં રામનાથપરામાં મુક્તિધામ પાસે ફ્લાવર માર્કેટ બનાવવામાં આવ્યું છે જેમાં કુલ 83 થડાઓ બનાવવામાં આવ્યા ત્યારે ફ્લાવર માર્કેટમાં આસપાસના વિસ્તારોમાં રોડ પર બેસી ફ્લાવરનો ધંધો કરતાં આસામીઓને થડાની ફાળવણી કરવામાં આવશે જેમાં એ કેટેગરીમાં 76થી 94 ચો. ફૂટના પ્રતિ ચો. ફૂટ બાંધકામનો ખર્ચ રૂા. 1059, બી કેટેગરીમાં 61થી 75 સાઈઝની રેન્જ માટે પ્રતિ ચો. ફૂટ બાંધકામનો ખર્ચ રૂા. 1059 અને સી કેટેગરીમાં 43થી 60 સાઈઝ રેન્જની પ્રતિ ચો. ફૂટ બાંધકામનો ખર્ચ રૂા. 1059ની સુખડીની રકમ વસુલી ડ્રોથી ફાળવવા અને થડાની ફાળવણી થયા બાદ થડાહોલ્ડરે અન્ય શાકભાજી માર્કેટના ધોરણે રૂા. 500+ જીએસટી પ્રતિ માસ મુજબનું થડાનું ભાડુ મનપાને ભરપાઈ કરવાના રહેશે. આ ઉપરાંત વોર્ડ નં. 3માં રેલનગર ઈએસઆરથી સાધુ વાસવાણી કુંજ રોડને જોડતાં 24.00 મી. ટી.પી. રોડને ક્ધસ્ટ્રકશન કરવાના કામ અંગે રૂા. 3,65,63,100 તેમજ રેલનગર સાધુ વાસવાણી કુંજ રોડ પર એસડબલ્યુએમની 3-કની નવી વોર્ડ ઓફીસ માટે રૂા. 80,41,900, વોર્ડ નં. 5માં રત્નદીપ સોસાયટી, કેયુર પાર્કમાં હયાત ડ્રેનેજ લાઈન અપગ્રેડ કરવા માટે રૂા. 49,20,000, વોર્ડ નં. 1 અને 9માં ડ્રેનેજ કામ માટે રૂા. 27,20,323, વોર્ડ નં. 18 અને 10માં 20,55,306 તેમજ સોલીડ વેસ્ટ ક્ધસલ્ટન્ટની કામગીરી માટે રૂા. 27,71,300 તથા શહેરના વોર્ડ નં. 2માં બજરંગવાડી મેઈન રોડ પર આરોગ્ય કેન્દ્ર બનાવવા માટે રૂા. 92,24,000, વોર્ડ નં. 2માં કમ્પાઉન્ડ વોલની કામગીરી માટે રૂા. 48,94,080, ન્યારી-1 ડેમના રેડિયલ ગેઈટ, સ્ટોપલોક ગેઈટ સહિતની કામગીરી માટે રૂા. 39,56,290, તબીબી સહાય માટે કુલ રકમ રૂા. 5,18,813, વોર્ડ નં. 2માં પેવિંગ બ્લોક નાખવાના કામ અંગે રૂા. 34,23,500 આમ ટોટલ 29 જેટલી દરખાસ્તો માટે મનપાને ટોટલ રૂા. 15,03,46,336નો ખર્ચ ભોગવવો પડશે જેની સામે મનપાને કુલ આવક રૂા. 6,14,43,200 થવા પામી છે આમ આજની સ્ટેન્ડિંગમાં અનેક મહત્ત્વના નિર્ણયો લેવામાં આવ્યા હતા.
- Advertisement -
કપાતના બદલામાં મળતી વધારાની FSI ચાર્જથી વેંચી શકાશે
આ બેઠકમાં સૌથી મહત્ત્વની દરખાસ્ત તરીકે ટીડીઆર એટલે કે ટ્રાન્સફરેબલ ડેવલપમેન્ટ રાઈટસ તરીકેની છે. આ ઉપરાંત જીએસએફસીને મોકાની 1000 ચોરસ મીટર જગ્યા વેચવાની પણ દરખાસ્ત છે જેમાં હવે કપાત બદલામાં મળતી વધારાની એફએસઆઈ આ આસામી પોતે ઉપયોગ કરવાને બદલે ચાર્જથી વેંચી શકશે તેવો ટ્રાન્સફરેબલ ડેવલપમેન્ટ રાઈટનો અમદાવાદ, મુંબઈ જેવા મહાનગરોમાં લાગુ થતાં નિયમ હવે રાજકોટમાં પણ અમલમાં મૂકાશે તેવું સ્ટે. ચેરમેન પુષ્કર પટેલે જણાવ્યું હતું.
બજરંગવાડી રોડ પર રૂા. 92,24,000ના ખર્ચે બનશે નવું આરોગ્ય કેન્દ્ર
વોર્ડ નં. 2માં બજરંગવાડી મેઈન રોડ પર નવું આરોગ્ય કેન્દ્ર અને શિવાજી પાર્ક, અમરજીતનગર, પ્રગતિ સોસાયટી, વિમાનગર લાગુ વિસ્તારમાં પેવિંગ બ્લોક નાખવાના કામ સહિત કુલ અંદાજિત રૂા. 1.51 કરોડના ખર્ચે વિકાસના કામો માટે મંજૂર કરવામાં આવ્યા છે. વોર્ડ નં. 2ના કોર્પોરેટરો દ્વારા નવું આરોગ્ય કેન્દ્ર બનાવવા રજૂઆત કરવામાં આવી હતી. જે અન્વયે બજરંગવાડી મેઈન રોડ પર રૂા. 92,24,000ના ખર્ચે નવું આરોગ્ય કેન્દ્ર બનશે. રૂા. 255000ના ખર્ચે પેવિંગ બ્લોક નાખવાની કામગીરી કરવામાં આવશે.
- Advertisement -