રાજકોટ મનપા ફૂડ વિભાગની ટીમ FSW વાન સાથે ત્રાટકી
બાલાજી ઘૂઘરા તથા જલારામ ખમણને લાઇસન્સ અંગે સૂચના આપી
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.26
રાજકોટ મહાનગરપાલિકા ફૂડ વિભાગની ટીમ તથા ઋજઠ વાન સાથે શહેરના ક્રિસ્ટલ મોલથી આકાશવાણી ચોક વિસ્તારમાં આવેલા ખાદ્યચીજોનું વેચાણ કરતાં કુલ 22 ધંધાર્થિઓની ચકાસણી હાથ ધરવામાં આવી હતી. જેમાં 04 ધંધાર્થીઓને લાઇસન્સ બાબતે સૂચના આપવામાં આવી હતી. તેમજ ખાદ્યચીજોના કુલ 19 નમૂનાની સ્થળ પર ચકાસણી કરી. ફૂડ વિભાગની ટીમ તથા FSW વાન સાથે શહેરના ક્રિસ્ટલ મોલ થી આકાશવાણી ચોક વિસ્તારમાં આવેલી (01)જલારામ ખમણ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (02)શ્રી બાલાજી ઘૂઘરા -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (03)ગાંધી સોડા શોપ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (04)શુભ બ્રેકફાસ્ટ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના આપવામાં આવી. તથા (05)રાજ સેન્ડવીચ (06)નેશનલ ચાઇનીઝ પંજાબી (07)GJ 5 સેન્ડવીચ (08)શંકરવિજય ડેરી ફાર્મ (09)પટેલ ડાઈનીંગ હોલ (10)શિવ ઢોસા પાઉંભાજી (11)કૃશ કાફે (12)સંતુષ્ટિ શેક (13)ટી સ્ટેશન (14)સંતુષ્ટિ શેક (યાજ્ઞિક રોડ વાળા) (15)પાંડેજી (16)વર્લ્ડ ઓફ વેફલ્સ (17)જય ભવાની વડાપાઉં (18)ઢોસા હબ (19)22 પેરેલલ (20)જલારામ આલ્પાહાર (21)જોગમાયા આલ્પાહાર (22)ટ્વીલાઇટ સોડાની પણ ચકાસણી કરવામાં આવી હતી. ફૂડ વિભાગ દ્વારા ફુડ સેફ્ટી સસ્ટાન્ડર્ડ એક્ટ-2006 હેઠળ દર્શાવેલ વિગતો મુજબ કુલ 04 નમૂના લેવાયા હતા. જેમાં (1)DAVAT BEVERAGES JEERA FLAVOURED DRINK CARBONATED WATER (750 ML PKD): સ્થળ- શ્રી ખોડિયાર સેલ્સ એંજન્સી, બાપુનગર, જીલ્લા ગાર્ડન રોડ, શેરી નં.4, રાજકોટ.
(2) DAVAT MOCKTAIL: સ્થળ- શ્રી ખોડિયાર સેલ્સ એંજન્સી (3) પનીર તુફાની (પ્રિપેર્ડ સબ્જી-લુઝ): સ્થળ- સાસુજી કા ઢાબા, આલાબાઈનો ભઠ્ઠો (4) શુધ્ધ ઘી (લુઝ): સ્થળ- ક્રિષ્ના ડેરી ફાર્મનો સમાવેશ થાય છે.