ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ યુનેસ્કો દ્વારા ગુજરાતના ગરબાને ઇન્ટેન્જિબલ કલ્ચરલ હેરિટેજ (અમૂર્ત સાંસ્કૃતિક ધરોહર) તરીકે જાહેરાતની ઉજવણી અંતર્ગત જુનાગઢ ખાતે જ્ઞાનબાગ ગુરુકુળમાં જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી દ્વારા યોજાયેલા કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ યુવાઓ દ્વારા ગરબા સહિતના સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા.
આ કાર્યક્રમ જિલ્લા પંચાયત પ્રમુખ હરેશભાઇ ઠુંમરની અધ્યક્ષતામાં યોજાયેલ હતો. તેમજ ડેપ્યુટી મેયર ગીરીશભાઇ કોટેચા તથા સ્ટેન્ડિંગ કમિટિ ચેરમેન હરેશભાઇ પરસાણા, જિલ્લા યુવા વિકાસ અધિકારી એન.ડી.વાળા તથા સ્વામી નારાયણ જ્ઞાનબાગ ગુરૂકુળના કેમ્પસ ડાયરેકટર આશીષ કાચા કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.બોત્સ્વાના ખાતે આજે યુનેસ્કો (યુનાઇટેડ નેશન્સ એજ્યુકેશન, સાયન્ટિફિક એન્ડ કલ્ચરલ ઓર્ગેનાઈઝેશન) દ્વારા ગુજરાતની સંસ્કૃતિનું અભિન્ન અંગ એવા ગરબાને ઇન્ટેન્જિબલ કલ્ચરલ હેરિટેજ (અમૂર્ત સાંસ્કૃતિક ધરોહર) તરીકેની જાહેરાતનું રાજ્યભરમાં પ્રસારણ કરવામાં આવ્યું હતું.