ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ ગિરનાર અભયારણ્ય જંગલ વિસ્તારમાં ચાલુ વર્ષે ગિરનાર લીલી પરિક્રમા-2023 અંતર્ગત પરિક્રમામાં આવેલ શ્રઘ્ધાળુઓ દ્વારા પરિક્રમા રૂટના જંગલ વિસ્તારમાં ફેંકવામાં આવેલ પ્લાસ્ટિક તથા કચરાના નિકાલ માટે જૂનાગઢ વન વિભાગના કાર્યવિસ્તારમાં આવતા ખોડીયાર ઘોડી વિસ્તારમાં વન વિભાગના 10 મજુરો દ્વારા અંદાજિત 100 કિ.ગ્રા. જેટલો પ્લાસ્ટિક અને કચરો એકઠો કરવામાં આવેલ છે. તેમજ પાટવડ રાઉન્ડ નળપાણી ઘોડી વિસ્તારમાં વન વિભાગના 10 મજુરો દ્વારા અંદાજિત 650 કિ.ગ્રા. અને માળવેલા ઘોડી ઉતર વિસ્તારમાં વન વિભાગના 9 મજુરો દ્વારા અંદાજિત 400 કિ.ગ્રા. તેમજ જાંબુડી રાઉન્ડ માળવેલા ઘોડી સરકડીયા ઘોડી ચઢાણ વિસ્તારમાં વન વિભાગના 21 મજુરો 775 કિ.ગ્રા. પ્લાસ્ટિક તથા કચરો એકઠો કરવાની કામગીરી કરતા ઉકત વિસ્તારોમાંથી કુલ 1.8 ટન પ્લાસ્ટિક અને કચરો એકઠો કરવામાં આવેલ છે.આમ, વન વિભાગના સ્ટાફ, મજુરો, કાઠી ક્ધયા છાત્રાલાય, જૂનાગઢના શિક્ષકો અને વિદ્યાર્થીઓ સાથે મળી અંદાજિત 1.9 ટન જેટલો પ્લાસ્ટિક અને કચરો એકઠો કરવાની કાર્યવાહી કરવામાં આવેલ છે.