ખાસ-ખબર સંવાદદાતા
વંથલી 108 લોકેશન અંદાજ બપોરે 3 વાગ્યા નજીક ધંધુસર વાડી વિસ્તારમાંથી પ્રસૂતિ દુખાવા નો કેશ મળતા 108નો સ્ટાફ ઊખઝ હર્ષા વાજા અને પાઇલોટ હિતેન્દ્ર પરમાર ઘટના સ્થળ પર દોડી ગઈ હતી. ઘટના સ્થળ પર પહોંચતા જાણવા મળ્યું કે પ્રસૂતિ પીડા વધારે હતી અને માતા સૂપોશિત છે જેને ફકત 7% લોહી હતું અને ટ્વીન્સ બાળકો હતાં. 108નાં કર્મચારી દ્વારા બધી સારવાર ચાલુ કરી દેવામાં આવી અને અમદાવાદ ખાતે રહેલ નિષ્ણાત ડોકટરની સલાહથી એમ્બ્યુલન્સમાં સફળ ડિલિવરી કરાવી. બંને બાળકોના જન્મ બાદ એક બાળકની હૃદયનાં ધબકારા ઓછાં આવી રહ્યા હતા. જેને જરૂરી સારવાર સાથે જૂનાગઢ સિવિલમાં ખસેડાયા. સિવિલ ફરજ પર હાજર મેડિકલ ઓફિસર દ્વારા 108ની કામગીરીને બિરદાવી હતી. હાલમાં બંને બાળકો અને માતા સુરક્ષિત છે.