12 વર્ષથી કોમ્પ્યુટર ટીચર તરીકે નોકરી કરતા, શાળા બંધ રહી
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ નોબલ સ્કુલમાં કોમ્પ્યુટર ટીચર તરીકે ફરજ બજાવતા મૃગાબેન મહેતાનું તા. 1ને શનીવારે છઠ્ઠા નોરતે અનંત ધર્માલય ખાતે રાસ ગરબા રમતા હતા. દરમિયાન તેઓને સીવીયર એટેક આવતા અવશાન થયુ હતુ. છેલ્લા બાર વર્ષથી તેઓ નોબલ સ્કુલમાં કોમ્પ્યુટર ટીચર તરીકે ફરજ બજાવતા હતાં. અત્યંત મળતાવડા અને સરળ સ્વભાવના મૃગાબેન મહેતાની અચાનક વિદાયથી નોબલ પરિવાર શોકાતુર બન્યો છે. શાળા સંચાલક કે.ડી. પંડયા,સહ સંચાલક સિઘ્ધાર્થ પંડયા તથા ખ્યાતિબેન પંડયા, આચાર્યા રેખાબેન ઓડેદરા સહિત નોબલ સ્કુલનાં પરિવારે શ્રધ્ધાંજલી અર્પણ કરી હતી અને તા. 3 ઓક્ટોબરનાં શાળા બંધ રાખવામાં
આવી હતી.