સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવનનો 810 લોકો પર સરવે
ખાસ-ખબર સંવાદદાતા
આ એવા કિસ્સાઓ છે જેમાં વ્યક્તિ સાથે ભૂતકાળમાં કંઈક એવું બન્યું હોય છે જેના કારણે તેઓ નવા લોકો પર વિશ્વાસ કરી શકતા નથી અથવા નવા લોકો પરથી તેમનો વિશ્વાસ ગુમાવી દેતા હોય તો તેને પિસ્ટાન્થ્રોફોબિયા કહેવામાં આવે છે.જ્યારે અન્ય વ્યક્તિ પર વિશ્વાસ કરવાની વાત આવે છે ત્યારે દરેક વ્યક્તિની માન્યતા અલગ અલગ હોય છે. એકબીજા પર વિશ્વાસ કરવામાં પણ કોઈને બહુ વાર લાગે છે તો કોઈ બહુ ફટાફટ કરે છે પણ આ ફોબિયા ધરાવનાર વ્યક્તિને ખાસ કરીને રોમેંટિક સંબધમાં બીજા વ્યક્તિ પર વિશ્વાસ મુકવામાં ઘણો ભય અનુભવે છે.
- Advertisement -
આ ફોબિયા ધરાવનાર વ્યક્તિને અન્ય વ્યક્તિ પર રોમેન્ટિક વિશ્વાસ મુકવો કે મૈત્રીપૂર્ણ સંબંધ સ્થાપિત કરવા એક અશક્ય કાર્ય જેવું લાગે છે. ધીરે ધીરે ઓછા થતા સંબધ અને વધતી જતી માનસિક સમસ્યાઓ, એકબીજા પરનો ઘટતો જતો વિશ્વાસ, રોમેન્ટિક સંબધ કે મિત્રતામાં મળેલ દગાના વિવિધ કેસો અને 810 લોકોનો સર્વે મનોવિજ્ઞાન ભવન, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના અધ્યાપક ડો. ધારા આર.દોશી અને અધ્યક્ષ ડો. યોગેશ જોગસણ દ્વારા કરવામાં આવ્યો જેમાં સ્ત્રીઓમાં વિશ્વાસ મુકવાનો ભય પુરુષોની તુલનાએ વધુ હોય છે.
કોઈ વ્યક્તિ પર વિશ્ર્વાસ મુકતા પહેલા તણાવ કે ભય અનુભવાય છે?
જેમાં 62% સ્ત્રીઓ અને 45% પુરૂષોએ હા જણાવી
ભૂતકાળમાં ઘટના દુ:ખ અપાવે તેવી હતી તે વર્તમાનમાં પણ દુ:ખ આપે છે?
જેમાં 71% સ્ત્રીઓએ અને 41% પુરુષોએ હા જણાવી.
- Advertisement -
એક વ્યક્તિએ આપેલો દગો દરેક વ્યકિત પર શંકા કરાવે છે?
જેમાં 82.3% મહિલાએ અને 32.4% પુરુષોએ હા જણાવી
જેણે વિશ્ર્વાસ છે તેના પર ભરોસો મુકતા ભય અનુભવાય છે?
જેમાં 79.5% સ્ત્રીઓએ અને 37.4% પુરુષોએ હા જણાવી
કોઈ સાથે વધુ ગાઢ સંબંધ રાખ્યા પછી વધુ પડતા વિચાર આવ્યા કરે છે?
જેમાં 78% સ્ત્રીઓએ અને 34% પુરુષોએ હા જણાવી
રોમેન્ટિક સંબંધમાં કોઈ દ્વારા નુકસાન પહોંચાડવાનો ડર પિસ્ટેન્થ્રોફોબિયા
પિસ્ટેન્થ્રોફોબિયાએ રોમેન્ટિક સંબંધમાં કોઈ દ્વારા નુકસાન પહોંચાડવાનો ડર છે. ભૂતકાળમાં વ્યકિતને કોઈ દગો મળ્યો હોય તો વર્તમાન સમયમાં પણ તેને કોઈપર વિશ્વાસ મુકવામાં ઘણો ભય અનુભવાય છે. તેઓ કોઈ સાથે સંબધ બાંધવામાં પણ ભય અનુભવે છે અને તણાવમાં આવી જાય છે.