રેલનગર વિસ્તારમાં ખાદ્યચીજોનું વેચાણ કરતા ધંધાર્થીઓને ત્યાં ફૂડ વિભાગના દરોડા
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.29
- Advertisement -
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સર્વેલન્સ ચેકીંગ દરમિયાન ચુનારાવાડ ચોક પાસે આવેલા ચામુંડા ફરસાણ એન્ડ સ્વીટ માર્ટ પેઢીની તપાસ કરતાં સ્થળ પર વેચાણ માટે સંગ્રહ કરેલા વાસી અખાદ્ય ખમણ અને ભજીયાનો અંદાજિત 2 કિ.ગ્રા. જથ્થો મળી આવતા સ્થળ પર નાશ કરવામાં આવેલો હતો તેમજ પેઢીને યોગ્ય સ્ટોરેજ કરવા તેમજ હાઈજેનિક કંડીશન જાળવવા બાબતે નોટીસ આપવામાં આવી હતી. આ ઉપરાંત સર્વેલન્સ ચેકીંગ દરમિયાન ચુનારાવાડ ચોક પાસે આવેલા સદ્ગુરુ એજન્સી પેઢીની તપાસ કરતાં સ્થળ પર વેચાણ માટે સંગ્રહ કરેલો વાસી અખાદ્ય નમકીનનો અંદાજિત 2 કિ.ગ્રા. જથ્થો મળી આવતા સ્થળ પર નાશ કરવામાં આવ્યો હતો તેમજ પેઢીને લાઈસન્સ તથા હાઈજેનિક કંડીશન જાળવવા બાબતે નોટીસ આપવામાં આવી હતી.
ફૂડ વિભાગની ટીમ તથા એફએસડબલ્યુ વાન સાથે સર્વેલન્સ ચેકીંગ દરમિયાન સત્યસાંઈ મેઈન રોડ, રાજનગર ચોકથી માયાણી ચોક તથા રેલનગર વિસ્તારમાં આવેલ ખાદ્યચીજોનું વેચાણ કરતા કુલ 59 ધંધાર્થીઓની ચકાસણી હાથ ધરવામાં આવી હતી. જેમાં 25 ધંધાર્થીઓને લાઈસન્સ બાબતે સૂચના આપી અવેરનેસ ડ્રાઈવ કરવામાં આવી હતી તેમજ ખાદ્યચીજોના કુલ 50 નમૂનાની સ્થળ પર ચકાસણી કરવામાં આવી હતી. જેમાં મેગી સેન્ટર, પટેલ નાસ્તા સેન્ટર, રાધે હોટલ, બાલાજી પાન એન્ડ કોલ્ડ્રિંક્સ, પટેલ પાન એન્ડ કોલ્ડ્રિંક્સ, રઘુવંશી પાન એન્ડ કોલ્ડ્રિંક્સ, જય શક્તિ ડેરી ફાર્મ, જય સોમનાથ ખમણ, શક્તિ પાન ટી સ્ટોલ, એફ.ડી. સુપર માર્ટ, એક્સવાયઝેડ મેડિકલ સ્ટોર, જય વેલનાથ ઘુઘરા, જય બાલાજી ડેરી ફાર્મ, ખોડીયાર જનરલ સ્ટોર્સ, જીવા આઈસ્ક્રીમ, કલેજાની ચા, ચામુંડા કૃપા ફાસ્ટફૂડ, રાધે જનરલ સ્ટોર, કાકા સોડા શોપ, બાલાજી સાઉથ ઈન્ડિયન, ડિલક્સ દાળ પકવાન, વહી આનંદ ભોજનાલય, ગોલીવાલા સોડા, જય સિયારામ પૂરી શાક અને જય પીપરવાડી નાસ્તા ગૃહ સહિત તમામને લાઈસન્સ મેળવવા બાબતે સૂચના આપવામાં આવી હતી તથા ક્રિષ્ના સુપર માર્કેટ, શ્રી આનંદ સ્ટોર, શ્રી ગોવર્ધન ડેરી ફાર્મ, ક્રિષ્ના માવા કેન્ડી, પાર્થ કેમિસ્ટ, ક્રિષ્ના ચાઈનીઝ પંજાબી, ક્રિષ્ના લાઈવ પફ, પટેલ ડાઈનીંગ હોલ, ધ ટેડ હબ, મારુતિ રેસ્ટોરન્ટ, સ્નેહર્ષ પાર્લર, ઓમ ખમણ, રાજ વૈભવ આઈસ્ક્રીમ, શક્તિ નમકીન, આશાપુરા કોલ્ડ્રિંક્સ, સિલ્વર બેકરી કેક શોપ, એ.કે. બેકરી કેક શોપ, ગોકુળીયુ ફેમેલી રેસ્ટોરન્ટ, ક્રિશ ચાઈનીઝ પંજાબી, નીલકંઠ મેડીસીન્સ, ફેમિલી ફર્સ્ટ માર્ટ, જલારામ બેકર્સ, જય દ્વારકાધીશ હોટલ, જય જલારામ દાળ પકવાન, શ્રી ગણેશ મદ્રાસ કાફે, બાલાજી ખમણ, શ્રીરામ ચાઈનીઝ પંજાબી, જય સરદાર રેસ્ટોરન્ટ, શ્રી રાધે ક્રિષ્ના ડેરી ફાર્મ, લીંબુ સોડા, બાલાજી પાઉંભાજી, રાહન મેડિકલ, સંતોષ ભેળ, શિવાંશી પાણીપુરીની ચકાસણી કરવામાં આવી હતી.