ખાસ-ખબર સંવાદદાતા
ગીર સોમનાથ જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા મહિલા સુરક્ષા અને મહિલા કલ્યાણકારી યોજનાઓ વિશેનાં જાગૃતિ શિબિર આયોજન સરદાર વલ્લભભાઈ પટેલ અધ્યાપન મંદિર વેરાવળ ખાતે કરવામાં આવ્યું હતું.
જેમાં બેટી બચાવો, બેટી પઢાવો યોજના,સાયબર સેફ્ટી, મહિલા સુરક્ષા માટેની યોજનાઓ જેવી કે ઘજઈ, 181 અભયમ મહિલા હેલ્પલાઇન, 181 એપ્લિકેશન, સંકટ સખી એપ્લિકેશન, ઙઇજઈ,નારી કેન્દ્ર વિશે, પ્રી એન્ડ પોસ્ટ મેરીજ કાઉન્સિલિંગ, મહિલાલક્ષી કાયદાઓ વિશે તેમજ મહિલા કલ્યાણકારી યોજનાઓ વિશેની માહિતી આપવામાં આવેલ આ શિબિરમાં પી.ટી.સી કોલેજના પ્રિન્સીપાલ ચુડાસમા, વ્યાસ ભાઇ, તેમજ વિદ્યાર્થીનીઓ અને તાલુકા સેવા સમિતી એડવોકેટ તેમજ ડિસ્ટ્રિક્ટ હબ ફોર એમ્પાવરમેન્ટ ઓફ વુમનનો સ્ટાફ સહીત મહિલા પોલીસ સ્ટેશનની સી ટીમના સભ્ય હાજર રહી યોજનાકીય માહિતી વિશે માર્ગદર્શન આપવામાં આવ્યુ હતુ.