ખાસ-ખબર સંવાદદાતા
ગીર-સોમનાથ પ્રજાના પ્રશ્નોનો ઝડપી ઉકેલ આવે તે માટે નવમાં તબકકાના સેવાસેતુ કાર્યક્રમનું આયોજન કરવાનું સરકાર દ્વારા નકકી થયેલ છે. જે અંતર્ગત જિલ્લામાં “સેવાસેતુ” કાર્યક્રમ નવમા તબક્કાના સુચારૂ આયોજન અંતર્ગત કલેક્ટર એચ.કે.વઢવાણિયાના અધ્યક્ષસ્થાને સંબંધિત વિભાગના અધિકારીશ્રીઓ સાથે સભાખંડ, કલેક્ટર કચેરી ઈણાજ ખાતે મિટીંગ યોજાઈ હતી. જેમાં જિલ્લાનાં 13 જેટલા વિભાગની 56 જેટલી સેવાઓ આપવાના આયોજન વિશે અધિકારીશ્રીઓ સાથે સઘન ચર્ચા કરી હતી. તેમજ જિલ્લામાં તા.15 ડિસેમ્બરથી 26-જાન્યુઆરી-2024 દરમિયાન અ, બ વર્ગની નગરપાલીકામાં, નગરપાલીકા દિઠ કુલ-2(બે) તેમજ ક, ડ વર્ગની નગરપાલીકામાં 1 (એક) સેવાસેતુ યોજવા તથા ગ્રામ્ય વિસ્તારમાં તાલુકા સ્તરે કુલ-2 “સેવા સેતુ” કાર્યક્રમ યોજવા માટે સંબંધિત વિભાગના અધિકારીશ્રીઓને જરૂરી વ્યવસ્થાઓ કરવા માટે સૂચન કર્યુ હતું. “સેવાસેતુ” કાર્યક્રમમાં લોકોની વ્યકિતલક્ષી રજુઆતોના ઝડપી ઉકેલ આવે તે માટે સુચારૂ આયોજન અને અમલીકરણ કરવા અધિકારીશ્રીઓને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
ગિર સોમનાથ કલેકટરના અધ્યક્ષસ્થાને ઈણાજ ખાતે સેવાસેતુ કાર્યક્રમ અંતર્ગત મિટિંગ યોજાઈ
