સંત-સમાજ અને સરકાર સાથે મળીને શિવરાત્રીનો મેળો કરીએે
ખાદ્ય સામગ્રી માટે તંત્ર ભવનાથમાં ગોડાઉન બનાવી ઉપલબ્ધ કરાવે
- Advertisement -
મેયર, ધારાસભ્ય, ઉતારા મંડળ સહિત સાધુ સંતો ઉપસ્થિત રહ્યાં
સંતો બગીના બદલે ચાલીને રવેડીમાં જોડાય: મહેશગિરિ
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ આગામી તા.5 માર્ચથી ભજન, ભોજન અને ભક્તિના ત્રિવેણી સંગમ સમો સનાતની મહા શિવરાત્રીનો મેળો યોજવાનો છે.તે સંદર્ભે ભવનાથ તળેટી વસ્ત્રાપથેશ્વર જગ્યા ખાતે સંતો મહંતો સાથે મેયર, ધારાસભ્ય, ચૂંટાયેલ સભ્યો તથા ઉતારા મંડળ સહીતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા જેમાં શિવરાત્રી મેળાનું સુચારુ આયોજન થાય અને સંત, સમાજ અને સરકાર સાથે મળીને સનાતની મેળાનું સુંદર આયોજન થાય જેના લીધે આવતા ભક્તોને કોઈ મુશ્કેલી ઉભી ન થાય તેવા આશયથી એક ખાસ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અલગ અલગ મેળા સંદર્ભે સૂચનો આવ્યા હતા. મહા શિવરાત્રી મેળા પ્રતિ વર્ષ 10 લાખથી વધુ ભાવિકો મેળામાં ભાગ લેતા હોઈ છે. ત્યારે ભાવિકોને કોઈ અગવડતા ન થાય તેના માટે મળેલી બેઠકમાં 38 મુદ્દાઓની એક યાદી બનાવામાં આવી છે.જે યાદી સરકાર અને વહીવટી તંત્રને સોંપવામાં આવશે જેમાં ખાસ કરીને શિવરાત્રી મેળો એકજ સ્થાન પર યોજાય છે.અને તે જગ્યા પર લોકોની સંખ્યા જોતા ખુબ નાની પડે છે જેના લીધે સારું આયોજન થાય તે માટે સંત મહેશગીરી બાપુ અને સાધુ સંતો સાથે પદાઘીકારીની બેઠકમાં મહેશગીરી બાપુએ જણાવ્યું હતું કે, મેળામાં ટ્રાફીક હળવો કરવો હોઈ તો જે ગેસ બોટલ, તેલ, ચોખા, શાકભાજી સહીત જરૂરિયાત માટે શહેરમાંથી લઇ આવવામાં આવે છે. તેના બદલે તંત્ર દ્વારા એવું યોજન કરવું જોઈએ કે, ભવનાથમાં ગોડાઉન બનાવીને ત્યાંજ ખાધ્ય સામગ્રી મળી જાય તો ઘણો ટ્રાફિક હળવો થશે. જયારે આ બેઠકમાં આ વર્ષે બગીના બદલે સંતો પગપાળા ચાલીને સાધુ સંતોની રવેડીમાં જોડાય તેવું મહેશગીરી બાપુએ કહ્યું હતું વધુ ઉમેર્યું હતું કે, જે ફજેત ફાળકા મેળામાં રોજી રોટી કમાવા અવાવતા હોઈ છે ત્યારે માઈક અને મોટા સ્પીકર દ્વારા જે ફિલ્મી અને વલગર ગીતો બંધ થવા જોઈએ તેના બદલે ધાર્મિક સંગીત અને ભજનના ગીતો હોવા જોઈએ તેમજ ભવનાથ તળેટી થી ગિરનાર દરવાજા સુધી વેજ જોન જાહેર કરીને સનાતની મેળાનું આયોજન થવું જોઈએ તેની સાથે પાણીની સમસ્યા કાયમી ઉકેલ આવે તેના માટે ખાસ વ્યવસ્થા ઉભી કરવી જોઈએ તેમજ સૌચાલય માટે પણ તંત્ર કાયમી માટે ઉકેલ કરે તેવા નિર્ણયો કર્યા હતા આ તમામ નિર્ણયો સરકાર અને વહીવટી તંત્રને લેખિતમાં સોંપવામાં આવશે.
- Advertisement -
મેળાની બેઠકમાં કોણ- કોણ ઉપસ્થિત રહ્યું
મહા શિવરાત્રી મેળા પૂર્વે મળેલી બેઠક મહેશગીરીબાપુની અધ્યક્ષતામાં મળી હતી જેમાં ભવનાથ ક્ષેત્રના સાધુ સંતો અને મેયર ગીતાબેન પરમાર, ધારાસભ્ય સંજય કોરડીયા, શહેર ભાજપ પ્રમુખ પુનીત શર્મા, સ્ટેન્ડિંગ ચેરમેન હરેશ પરસાણા, પ્રદીપભાઈ ખીમાણી, યોગીભાઈ પઢીયાર, ઉતારા મંડળના પ્રમુખ ભાવેશ વેકરીયા, નિર્ભયભાઈ પુરોહિત, સુરેશ બજાણીયા, રાજુભાઈ રાઠોડ, હિમાંશુ પંડયા સહિતના આગેવાનો ઉપસ્થિત રહી આગામી મેળામાં માટે અગત્યના નિર્ણય કરવામાં આવ્યા હતા.