જાહેરનામા ભંગ બદલ 9 સામે ગુનો દાખલ કરાયો
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢમાં ગત જુન માસમાં મજેવડી દરવાજા પાસેની ઘટનાના આરોપી આસિફ ઉર્ફે રાજુ વલીમહમદ સાંધ જામીન પર મુકત થતા ખ્વાજાનગર રોડ પરથી સંધીપરા રફ સરઘસ કાઢીફટાકડા ફોડવામાં આવ્યા હતા. આ અંગે જાથ થતા બી-ડીવીઝન પોલીસે તપાસ કરી હતી. જેમાં મંજુરી વગર સરઘસ કાઢી ફટાકડા ફોડી બેદરકારી દાખવવામાં આવી હોવાનું સામે આવ્યુ હતુ.
આ અંગે બી-ડીવીઝનના એએસઆઇ એન.એમ.કટારાએ આસિફ ઉર્ફે રાજુ વલીમહમદ સાંધ, અલારખા ઉર્ફે ઓસમાણ મામદ સમા, હબીબ ઇશા સાંધ, આરીફ મામદ ઉર્ફે નાથા સમા, અલ્ફેઝ ઉર્ફે ગજની શેખ, સોહીલ બાબુ સાંધ, સાહિદ ઉર્ફે પેંડો સમા, હાજી ઉર્ફે ડબા અલી ઠેબા અને સમીર સાંધ અને તપાસમાં જે ખુલેલ તેની સામે ફરિયાદ કરતા બી-ડીવીઝન પોલીસે આઇપીસી 866, 144, અને 188 મુજબ ગુનો દાખ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.