ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.25
જૂનાગઢ જિલ્લા કલેક્ટર અનિલકુમાર રાણાવસિયાના અધ્યક્ષ સ્થાને જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિની બેઠક યોજાઈ હતી.જેમાં ઓગમેન્ટેશન ઓફ ટેપ કનેક્ટીવીટી કાર્યક્રમ હેઠળ પ્રગતિ કરનાર ગામો, પાણી સમિતિ દ્વારા થયેલ કામના હિસાબો પ્રિ-મોન્સુન સર્વેક્ષણ કામગીરી વગેરેની ચર્ચા અને સમીક્ષા કરવામાં આવી હતી. ગ્રામ્ય કક્ષાએ પાણી વિતરણ વ્યવસ્થાપનમાં સુધારો થાય વ્યવસ્થા સુદ્રઢ બને તે હેતુસર ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ દ્વારા અમલવારી થતાં રિઝર્વેશન કાર્યક્રમ હેઠળના કામો તેમજ અન્ય સરકારી ગ્રાન્ટના તમામ પ્રકારના ગ્રામ્ય આંતરિક પાણી પુરવઠા યોજનાના કામો માટે જે તે લગત વિભાગ-કચેરી- શાખા દ્વારા યોજના અંદાજો તૈયાર કરવા તેમજ યોજનાને સક્ષમ કક્ષાએ તાંત્રિક મંજૂરી આપવામાં આવી હતી.
વાસ્મો કામગીરી સમીક્ષા અંતર્ગત વર્ષ 2023-24 માં વેરા વસૂલાત વાળા ગામ, ગ્રામ્ય કક્ષાના પાણી વિતરણ ઓપરેટરોને પાણી પુરવઠાના હેડવર્કસ ખાતે તાલીમ આપવી ૠઠજજખ એપ વિશે વિગતો આપી અને લોગીન કરવા અંગે સૂચના આપી હતી.દરેક ગામની ફિલ્ડ ટેસ્ટ કિટ આપવી, પાણીના નમૂના લઈ ચકાસણી કરવા અંગેની તાલીમ આપવી સહિતની બાબતો પર ચર્ચા કરવામાં આવી હતી. અંદાજે 462 ગામોમાં તાલીમ આપી કિટ વિતરણ કરવામાં આવ્યું છે. બાકી રહેલા ગામોમાં કામગીરી પ્રગતિ હેઠળ હોય સંબંધિત અધિકારીશ્રીઓ દ્વારા તે વિશે જણાવવામાં આવ્યું હતું.