6.20 ગ્રામના નશીલા પદાર્થ સાથે 11 લાખનો મુદ્દામાલ કબ્જે
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ
જૂનાગઢના ઝાંઝરડા રોડ પર હરિઓમનગરમાં નોબલ ફલોરા સોસાયટીમાં આવેલા સનફલાવર બિલ્ડીંગના બ્લોક નં.503માં રહેતો મિનેષ રમેશ ફળદુ રાજકોટ તરફથી કારમાં મેફેડ્રોન ડ્રગ્સ લઇને જૂનાગઢ તરફ આવતો હોવાની બાતમીના આધારે એસઓજી પીઆઇ પી.કે.ચાવડા સહિતના સ્ટાફે ગતરાત્રીાના જેતપુર-જૂનાગઢ રોડ પર આવેલી સાંકડીા ધાર ચેકપોસ્ટ ખાતે વોચ ગોઠવી હતી. આ દરમિયાન સફેદ કલરની કાર પસાર થતા તેને રોકી તેમાં તપાસ કરતા કારની અંદર કાચની ઉપર રૂફટોપની બંને બાજુની લાઇટ વચ્ચેના ખાનામાંથી 62 હજારની કિંમતનો 6.20 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ તથા તેમાં મિક્સ કરવા માટેનો શંકાસ્તદ પાઉડર મળ્યો હતો.
- Advertisement -
જયારે કારના ગિયર બોકસ પાસેથી પ્લાસ્ટીકની ખાલી ઝીપબેગ, નાની ડબ્બી તેમજ નાનો વજન કાંટો મળી આવ્યો હતો. આ અંગે એસઓજીના એએસઆઇ મહેન્દ્રભાઇ કુવાડીયાએ જૂનાગઢના નિમેષ રમેશ ફળદુ અને હાજર નહી મળી આવેલા સાહિલ સામે ફરિયાદ કરતા તાલુકા પોલીસે એનડીપીએસ એકટ મુજબ ગુનો દખલ કર્યો હતો. આ અંગે એસઓજી પીઆઇએ વધુ તપાસ હાથ ધરી છે.