મોટર ચાલુ કરવા જતા ઓરડીમાં દીપડાનો ભેટો થયો
ખાસ-ખબર સંવાદદાતા
માંગરોળનાં ઢેલાણામાં નગરપાલીકાનાં પાણીનાં ટાંકાની મોટરની ઓરડીમાં દીપડો પુરાયો છે. મોટર ચાલુ કરવા જતા ઓરડીમાં દીપડાનો ભેટો થયો હતો. આ અંગે વન વિભાગને જાણ કરાઇ હતી. વન પ્રાણીઓ જંગલની બહાર રેવેન્યુ વિસ્તારમાં પણ દેખાવા લાગ્યાં છે.માંગરોળ પંથકમાં દીપડા પહોંચ્યાં છે. ત્યારે માંગરોળ તાલુકાનાં ઢેલાણામાં આવેલી નગરપાલીકાની પાણીનાં ટાંકાની ઓરડીમાં દીપડો પુરાયો હતો. પાણીની મોટર ચાલુ કરવા જતા ઓરડીમાં દીપડો હોવાની જાણ થઇ હતી. તેમજ આ ઘટનાનાં પગલે વન વિભાગને જાણ કરવામાં આવી હતી. ઘટનાની જાણ થતા વન વિભાગની રેશ્ક્યુ ટીમ પહોંચી હતી અને દીપડાને પાંજરે પુરવાની કવાયત હાથ ધરી હતી.