ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળની રાજ્ય સરકાર પાસે 15 માંગણીને લઈને આક્રોશ સાથે મોટી સંખ્યામાં હાજર રહી રેલી યોજાઈ હતી અને કલેક્ટર કચેરી ખાતે આવેદન પત્ર આપવામાં આવ્યુ હતું. ગુજરાતમા આજે 7 જોનમા ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળની રેલીનું આયોજન કરવામાં આવ્યુ હતું.જેમા જૂનાગઢ, ગીર સોમનાથ, પોરબંદર અને અમરેલી સહીત ચાર જિલ્લાના કર્મચારીઓ 5 હજારથી વધુની સંખ્યામા રેલીમા જોડાયા હતા અને કલેક્ટર કચેરી ખાતે આવેદન પત્ર આપવામાં આવ્યુ હતું.ત્યારે રાજ્ય સરકાર પાસે 15 મુદાની માંગણી સાથે આવેદન પત્ર આપ્યું હતું.જેમા ખાસ જૂની પેનશન યોજના સહીતની માંગ કરી હતી. રાજ્ય સરકારને એવી ચિમકી ઉચ્ચારી હતી.અમાર માંગ ટુંક સમયમાં નહી સ્વિકારી તો અમે સરકાર વિરૂધ્ધ મતદાન કરવાની ફરજ પડશે.ગુજરાત કર્મચારી મંડળની મહારેલીમા રાજ્ય સયુંકત કર્મચારી મોરચા પણ જોડાયું હતુ.કુલ 35 મંડળના કર્મચારી જોડાયા હતા અને સરકા ને અપીલ કરતા જણાવ્યું હતું કે,આ એક ટ્રેલર છે,હજૂ પિકચર બાકી છે. આગામી 17 સપ્ટેમ્બરથી તમામ કર્મચારી માસ સીએલમા જોડાશે અને 22 સપ્ટેમ્બર પેન્ડડાઉન કરવામા આવશે અને બાદ પણ જો માંગ નહી સ્વીકારાય તો આગામી 30 સપ્ટેમ્બરથી અચોક્કસ મુદતની હડતાળ પર ઉતરી જશું.તેવી ચીમકી ઉચ્ચારી હતી.