ખાસ-ખબર સંવાદદાતા
ગિર સોમનાથ જિલ્લાના બાગાયત વિભાગ દ્વારા સેન્ટર ઓફ એક્સેલેંસ ફોર મેંગો તાલાલા ખાતે બાગાયતી ખેતી કરતા ખેડૂતોને બાગાયતી ખેતીમાં પ્રાકૃતિક ખેતી તથા બાગાયત ખાતાની વિવિધ સહાયલક્ષી યોજનાઓ વિશે ખેડૂત શિબિર યોજાઇ હતી. જેમાં બાગાયત ખાતાનાં બાગાયત નિયામક ડો.પી.એમ.વઘાસીયાએ વર્ચ્યુઅલી હાજરી આપીને ખેડૂતોને પ્રાકૃતિક ખેતી વિશે માહિતીસભર માર્ગદર્શન પુરુ પાડયું હતુ. તેમજ અધિકારીશ્રીઓ તથા કર્મચારીશ્રીઓ દ્વારા પ્રાકૃતિક ખેતી અને બાગાયતી ખેતીમાં પ્રાકૃતિક ખેતી અંગેનું માર્ગદર્શન આપવામાં આવ્યુ ઉપરાંત બાગાયતી ખેતી કરતા ખેડૂતોએ પોતાના અનુભવો રજુ કર્યા હતા.આ શિબીરમા બાગાયતી ખેતી કરતા ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.